જાંઘ પર પણ સેક્યુઅલ એક્ટ કરાય તો તેને દુષ્કર્મ જ ગણાય
થિરૂવનંથપુરમ: રેપ સંલગ્ન એક મહત્વની ટિપ્પણી કરતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે જાે આરોપી પીડિતાની જાંઘ ઉપર પણ જાે સેક્સ્યુઅલ એક્ટ કરે તો તેને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૫ હેઠળ પરિભાષિત દુષ્કર્મ સમાન જ ગણવામાં આવશે.
જસ્ટિસ કે. વિનોદ ચંદ્રણ અને જસ્ટિસ જિયાદ રહેમાન એ એ ની બેન્ચે આ ચુકાદો વર્ષ ૨૦૧૫ના એક રેપ મામલે આપ્યો. આ કેસમાં ઉમરકેદની સજા કાપી રહેલા વ્યક્તિએ વર્ષ ૨૦૧૫માં ૧૧ વર્ષની પાડોશીની બાળકનું શારીરિક શોષણ કર્યું હતું.
પાડોશીએ વિદ્યાર્થીનીને અશ્લિલ ક્લિપ દેખાડીને તેના થાઈઝ સાથે ગંદી હરકત કરી હતી. વિવાદ વધતા આરોપીની ધરપકડ થઈ હતી. કેસની નીચલી કોર્ટમાં સુનાવણી થઈ અને પોક્સો એક્ટ અને અપ્રાકૃતિક યૌન સંબંધ મામલે આરોપીને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી.
સજા વિરુદ્ધ આરોપીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને સવાલ કર્યો કે થાઈઝ વચ્ચે પેનેટ્રેશન રેપ કેવી રીતે હોઈ શકે? આરોપીના વકીલે કોર્ટને કહ્યું કે આરોપી પર આરોપ છે કે તેણે પીડિતાની જાંઘો વચ્ચે પેનિસ નાખ્યું હતું અને આવું કૃત્યુ કલમ ૩૭૫ હેઠળ દુષ્કર્મની શ્રેણીમાં આવતું નથી.
જેના પર કોર્ટે કહ્યું કે વજાઈના, યુરેથ્રા, એનસ કે શરીરના કોઈ પણ અન્ય ભાગ, જેનાથી સનસની મેળવવા માટે છેડછાડ કરવામાં આવે, તે તમામ પ્રકારના પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટને આઈપીસીની કલમ ૩૭૫ હેઠળ દુષ્કર્મમાં સામેલ કરાયા છે. પેનલે વધુમાં કહ્યું કે દુષ્કર્મના અપરાધની વ્યાખ્યાના દાયરાને વધારવા માટે કાયદામાં વર્ષોથી સતત સંશોધન થઈ રહ્યા છે. જેમાં હવે એક મહિલાના શરીરના કોઈ પણ ભાગમાં પેનેટ્રેશનને સામેલ કરાયું છે.