શાહરૂખે કાજાેલ સાથે કામ ન કરવા આમિરને કહ્યું હતું
મુંબઈ: શાહરૂખ ખાન અને કાજાેલ બોલિવુડની બેસ્ટ ઓનસ્ક્રીન જાેડીઓમાંથી એક મનાય છે. એક્ટિંગ ઉપરાંત બંને વચ્ચે સારી દોસ્તી પણ છે. જાેકે, શાહરૂખ પર કાજાેલની પહેલી ઈમ્પ્રેશન કંઈ ખાસ ન હતી. બાઝીગર’માં પહેલી વખત શાહરૂખ અને કાજાેલે સાથે કામ કર્યું અને આ શરૂઆત સારી નહોંતી રહી. એટલું જ નહીં,
જ્યારે આમિર ખાને કાજાેલ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો કિંગ ખાને તેને સલાહ આપી હતી કે, તે કાજાેલ સાથે કામ નહીં કરી શકે કેમ તે ‘ઘણી ખરાબ’ છે. ભલે આ શોકિંગ લાગતું હોય, પરંતુ શાહરૂખે એક ઈન્ટર્વ્યુ દરમિયાન આ વાત સ્વીકારી હતી. કાજાેલ સાથે કામ કરવાના એક્સપીરિયન્સ અંગે વાત કરતા એક્ટરે કહ્યું હતું કે, ‘જ્યારે કાજાેલની સાથે બાજીગરમાં કામ કરી રહ્યો હતો, આમિર ખાને મને કાજાેલ વિશે પૂછ્યું હતું, કેમકે તે તેની સાથે કામ કરવા ઈચ્છતો હતો.
કિંગ ખાને કહ્યું હતું કે, ‘મેં આમિરને મેસેજ આપ્યો કે, કાજાેલ ઘણી ખરાબ છે અને તેનું કોઈ ફોકસ નથી. તું તેની સાથે કામ નહીં કરી શકે. પછી મેં સાંજે ભીડ જાેઈ. હું આમિરને ક્લીયર કરવા માટે કોલ કરતો રહ્યો. મેં તેને કહ્યું કે, મને નથી ખબર કે આ શું છે, પરંતુ કાજાેલ સ્ક્રીન પર મેજિકલ છે. ઉલ્લેખનીય છે કે, કાજાેલ ગુરુવારે એટલે કે ૫ ઓગસ્ટે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સિલેબ્સ તેને સતત અભિનંદન આપી રહ્યા છે. આ ખાસ દિવસ તેણે ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો.