બોલિવૂડથી દૂર ઈમરાન ખાનને ઓળખવો મુશ્કેલ
મુંબઈ: બોલિવૂડ એક્ટર ઈમરાન ખાને વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’થી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે કેટલીક ફિલ્મોમાં જાેવા મળ્યો અને પછી અચાનક ગાયબ થઈ ગયો. થોડા સમય પહેલા ઈમરાન ખાન ત્યારે ચર્ચામાં આવ્યો હતો કે જ્યારે તેણે એક્ટિંગ છોડી દીધી હતી. પરંતુ, તે હાલમાં જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જાેવા મળ્યો છે. હવે ઈમરાન ખાનનો જે ફોટો જાેવા મળ્યો તેમાં તેનો બદલાયેલો લૂક જાેવા મળી રહ્યો છે. આ ફોટોમાં તે બ્લૂ ટી-શર્ટ, કાર્ગો પેન્ટ અને સ્નીકર્સમાં જાેવા મળી રહ્યો છે.
માત્ર ૩૮ વર્ષના એક્ટર ઈમરાન ખાનના વાળ સફેદ દેખાઈ રહ્યા છે. બિલ્ડિંગમાં જતી વખતે તેણે ફોટોગ્રાર્ફ્સ સામે જાેયું. આ પહેલ ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાનના સસરાએ કહ્યું હતું કે એક્ટિંગ બાબતે ઈમરાન ખાનનું પર્સનલ ડિસીઝન છે. ઈમરાન ખાન જ્યારે ફિલ્મ સ્કૂલમાં હતો ત્યારથી તેની રુચિ ડિરેક્શન તરફ વધુ રહી છે. તે હવે ડિરેક્શન પર કામ કરી રહ્યો છે અને જલદી જ પૂરું કરશે. ઈમરાન ખાન છેલ્લે વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં કંગના રનૌત સાથે જાેવા મળ્યો હતો.
ત્યારબાદ તે બોલિવૂડથી દૂર છે. જાે પર્સનલ લાઈફની વાત કરીએ તો ઈમરાન ખાને વર્ષ ૨૦૧૧માં અવન્તિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. લાંબા સમયથી તેઓ વચ્ચે ખટરાગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અહીં નોંધનીય છે કે ૩૮ વર્ષીય ઈમરાન ખાન, આમિર ખાનનો નજીકનો સંબંધી છે. તેની જાણીતી ફિલ્મો ‘કિડનેપ’, ‘લક’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’, ‘બ્રેક કે બાદ’, ‘દેલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘એક મેં ઓર એક તું’, ‘મટરુ કી બીજલી કા મંડોલા’ વગેરે છે.