Western Times News

Gujarati News

જાણ વીના પ્રાઈવેટ પાર્ટના વીડિયો શૂટ કરાયાનો દાવો

મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો અંત આવતો દેખાતો નથી. આર્થર રોડ જેલમાં બંધ રાજ કુંદ્રા જામીન મળી જાય તે આશામાં છે, તો બીજી તરફ પોલીસે આ મામલે ઊંડી તપાસ કરતાં એક પછી એક સાક્ષીઓ અને પીડિતાઓના નિવેદન નોંધી રહી છે. બુધવારે વધુ એક પીડિત એક્ટ્રેસ અને મોડલે પોતાનું નિવેદન પોલીસ સમક્ષ નોંધાવ્યું હતું. નિવેદનમાં પીડિતાએ જે દાવા કર્યા છે તે રાજ કુંદ્રા અને તેના સાગરિતોની મુશ્કેલીમાં ઉમેરો કરી શકે છે. એક્ટ્રેસે દાવો કર્યો છે કે, એક એડલ્ટ શો માટે શૂટિંગ કરવાની ઓફર તેને મળી હતી. જેમાં ન્યૂડ સીન શૂટ કરવામાં આવ્યા હતા. એક્ટ્રેસની જાણકારી વિના જ તેના પ્રાઈવેટ પાર્ટના વિડીયો શૂટ કરવામાં આવ્યા હતા અને પછી તેને ઓટીટી એપ પર અપલોડ કરાયા હતા.

રાજ કુંદ્રા કેસમાં મુંબઈ પોલીસે શુક્રવારે શર્લિન ચોપડાને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. શર્લિન ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી છે અને સાથે કેટલાક કાગળિયા પણ લઈને ગઈ છે. શર્લિનનું કહેવું છે કે, આ કેસમાં તે આરોપી નહીં સાક્ષી તરીકે નિવેદન નોંધાવા આવી છે. બીજી તરફ મુંબઈ પોલીસ પોતાની તપાસના આધારે એ દાવો કરી રહી છે કે, રાજ કુંદ્રા જ પોર્ન રેકેટનો અસલી માસ્ટરમાઈન્ડ છે. રાજ પર આરોપ છે કે, તેની કંપનીએ ઘણી અભિનેત્રીઓ અને મોડલ્સને વેબ શોમાં કામ આપવાની લાલચ આપીને પોર્ન ફિલ્મ શૂટ કરાવી લીધી. અત્યાર સુધીમાં ઘણી મોડલ અને અભિનેત્રીઓ આગળ આવીને પોતાના નિવેદન નોંધાવી ચૂકી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બુધવારે પીડિત એક્ટ્રેસનું નિવેદન નોંધ્યું હતું. પીડિતાએ માલવાણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પોતાના નિવેદનમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, ઈન્ટિમેટ સીનના શૂટિંગ વખતે તેને


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.