લાલકિલ્લાની પાસે મોટા-મોટા કન્ટેનર્સ લગાવાયા

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીના લાલકિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હીના રસ્તા પર આ વખતે ખેડૂતોનુ આંદોલન પણ જારી છે. એવામાં ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસાને જાેતા દિલ્હી પોલીસ આ વખતે ઘણી કડક સુરક્ષા કરી રહી છે. લાલ કિલ્લાની પાસે મોટા-મોટા કંટેનર્સ લગાવવામાં આવ્યા છે.
લાલ કિલ્લાના મેન ગેટ પર આ કંટેનર્સ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈ પ્રદર્શનકારી પોલીસના ચક્રવ્યુહને ભેદીને આવે તો કંટેનર્સને પાર કરી શકે નહીં. ખાનગી એજન્સીઓને સતત એ ઈનપુટ મળી રહ્યા છે કે ૧૫ ઓગસ્ટના દિવસે પ્રદર્શનકારીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને લાલ કિલ્લા પર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. દર પંદર ઓગસ્ટે વડા પ્રધાન લાલકિલ્લાની પ્રાચીરથી ધ્વજ ફરકાવે છે, કોરોના સંકટના કારણે આ વખતે પણ દર્શક દીર્ઘામાં ઓછા લોકોને જગ્યા મળી શકે છે પરંતુ તેમ છતાં પણ સુરક્ષાને આકરી કરવામાં આવી રહી છે અને સુરક્ષાકર્મી તૈનાત છે.
આટલી કડક સુરક્ષાનુ મુખ્ય કારણ આ વખતે ખેડૂત આંદોલનને બતાવવામાં આવી રહ્યુ છે. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂચ ગત એક વર્ષથી દિલ્હીની સરહદ પર તૈનાત છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના શરૂઆતમાં ૨૬ જાન્યુઆરીએ જ્યારે દિલ્હીમાં કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢી હતી, આ દરમિયાન લાલકિલ્લા પર હિંસા કરવામાં આવી હતી. લાલકિલ્લાની પ્રાચીર પર પ્રદર્શનકારીઓએ પોતાના ધ્વજ ફરકાવ્યો હતો અને લાલકિલ્લામાં તોડફોડ કરી હતી.