Western Times News

Gujarati News

પાટણમાં ટ્રેલરે બાઈક ચાલકને કચડી નાખતા મોત નિપજ્યું

Files Photo

પાટણ: પાટણમાં ગઈકાલે રાત્રિના એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરને અડફેટે એક બાઇક ચાલક આવી ગયો હતો. બેકાબુ ટ્રેલર ડિવાઇડર તોડીને બાઇક ચાલક પર ધસી આવ્યું હતું. ટ્રેલરની અડફેટથી બાઇક ચાલકે બચવાની કોશિષ તો કરી પરંતુ તે બયી શક્યો નહોતો. અકસ્માતનો લાઇવ વીડિયો સામે આવ્યો છે જેમાં રૂવાડા ઊભા કરી નાખતો ઘટનાક્રમ કેદ થયો છે. અકસ્માતમાં ગઈકાલે ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બનાવની વિગતો એવી છે કે ગઈ રાત્રિના રોજ પાટણના નવજીવન ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એક લાંબા ટ્રેલરના ચાલકે કાબૂ ગુમાવી અને ચાર રસ્તે ડિવાઇડર પાસે ઉભેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ટ્રેલરને આવતું જાેઈને બાઇક ચાલકે બાઇક મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ફૂલ સ્પીડે ધસી આવેલું ટ્રેલર ટકરાઈ ગયું હતું.

અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકના પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ગઈકાલે રાત્રે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન બાઇકની ટક્કર ટ્રેલરે મારી તેનો સીસીસીટીવી વીડિયો સામે આવ્યો હતો જેને જાેતા જ સૌના રૂવાંડા ઊભા થઈ ગયા હતા. આ ભીષણ ટક્કરમાં ગઈકાલે રાતે ગંભીરરીતે ઘવાયેલા બાઇક ચાલકનું આજે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હોવાના અહેવાલો છે. આમ એક બેકાબૂ ટ્રેલરની અડફેટે નિર્દોષ બાઇક ચાલકનું કરૂણ મોત થયું છે.

પોલીસે ઘટનાના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. જાેકે, ટ્રેલર ક્યાંથી આવતું હતું અને આ અકસ્માત કેવી રીતે સર્જાયો? ટ્રેલરની બ્રેક ફેલ હતી કે ચાલક દારૂ પીધેલી અવસ્થામાં હતો વગેરે જેવા અનેક પ્રશ્નો આ વીડિયો બાદ સર્જાયા છે જેનો જવાબ પોલીસ તપાસમાં જ મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.