Western Times News

Gujarati News

બિલીંગ કૌભાંડના નિલેશ પટેલને ઝડપી લેવા GST ડીપાર્ટમેન્ટના હવાતિયા

(એજન્સી) અમદાવાદ, ૧૩૧૬ કરોડના બોગસ બિલીંગ કૌભાંડના મુખ્ય આરોપી નિલેશ પટેલને ઝડપી લેવા જીએસટી અધિકારીઓ હવાતિયા મારી રહ્યા છે. આ પ્રકરણમાં ૭ આરોપી ઝડપાયા હતા. પરંતુ આ પ્રકરણનો મુખ્ય આરોપી ઝડપાતો નથી કે તેને ન ઝડપીને ડીપાર્ટમેન્ટ તને છાવરી રહ્યુ છે.એ મુદ્દેે પણ વિવાદ ચાલી રહ્યો છે. ડીપાર્ટમેન્ટ દ્વારા નિલેશ પટેલની મિલકતો ટાંચમાં લેવાની કવાયત કરવામાં આવી છે. કૌભાંડમાં સકળાયેલા અન્ય માણસો અને પેઢીઓની તપાસ ચાલી રહી છ.

ભાવનગરની માધવ કોપર કંપની બોગસ બિલીંગ કૌૈભાંડનું એપી સેન્ટર હતુ. આ માહિતી ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ તનાથી બેધ્યાન હતા. બોગસ બિલીંગ કૌભાંડમાં સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવી દેવાયો છે. જેને પગલે ગાંધીનગરથી અધિકારીઓ ઉપર દબાણ વધતા જીએસટીએ રાજ્યવ્યાપી દરોડા પાડી રૂા.૧૩૧૬ બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ પ્રકારણમાં ઝડપાયેલા તમામ આરોપીઓના નિવેદનમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે સંપૂર્ણ કૌભાંડ ભાવનગરની માધવ કોપર કંપનીના સંચાલક નિલેશ પટેલના ઈશારે જ થતુ હતુ. જેને પગલે ડીપાર્ટમેન્ટ દ્વારા નિલેશ પટેલને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ડીપાર્ટમેન્ટમાં એવી ચર્ચા સાંભળવામા આવી રહી છે કે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે જ નિલેશ પટેલને સલામતી રીતે ભગાડી દેવામાં આવ્યો હતો. હવે દબાણ વધતા જ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ નિલેશ પટેલની સંપત્તિ ટાંચમા લેવાની અને તને ઝડપી લેવા માટે કહેવાતી તનતોડી મહેનત કરી રહ્યા હોવાનો દેખાડો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.