સિદ્ધાર્થ સાથે હોય ત્યારે સ્પેશિયલ લાગે છે : કિયારા
મુંબઈ: એમએસ ધોની, કબિર સિંહ તેમજ ગુડ ન્યૂઝ સહિતની ઘણી ફિલ્મોની પસંદગીથી કિયારા અડવાણી દર્શકોને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહી છે. એક્ટ્રેસના ઈન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પૂરા થયા છે ત્યારે એક એક્ટર તરીકે તેને જે પ્રકારના રોલ મળી રહ્યા છે તેનાથી તે ખુશ છે. કિયારા અડવાણી હાલ તેની અપકમિંગ રિલીઝ ‘શેરશાંહ’માં વ્યસ્ત છે, પરમ વીર ચક્ર વિજેતા આર્મી કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. કિયારા, કે જે વિક્રમ બત્રાની વાગ્દત્તા ડિમ્પલ છીમાના પાત્રમાં જાેવા મળવાની છે, તેણે કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહેલીવાર કામ કર્યું છે. હાલમાં, કિયારાએ ફ્રેન્ડ તેમજ કો-સ્ટાર તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના બોન્ડિંગ વિશે જણાવ્યું હતું.
કો-સ્ટાર તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા એકદમ કેન્દ્રિત છે. તેને તૈયારી કરવી અને વાંચવું ખૂબ ગમે છે. ફિલ્મમાં મને આ જ રીતે કામ કરવું ગમે છે. તેથી, આ રીતે અમારું બોન્ડિંગ સારું છે. મિત્ર તરીકે, હું કહીશ કે ઈન્ડસ્ટ્રીમાં તે મારા નજીકના મિત્રોમાંથી એક છે. મિત્ર તરીકે પણ તે જીવનને સંપૂર્ણ રીતે માણનારો અને મજાક-મસ્તી કરનારો છે. તે આસપાસ હોય ત્યારે મજા આવે છે’, તેમ કિયારાએ જણાવ્યું હતું. કિયારા અડવાણી પાસે ઘણી સારી ફિલ્મો છે. તે વરુણ ધવન સાથે જુગ જુગ જિયો અને કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા’માં જાેવા મળવાની છે. આ સિવાય હાલ તેના બર્થ ડે પર રામ ચરણ સાથેની ફિલ્મ ‘ઇઝ્ર ૧૫’ની જાહેરાત કરવામાં આવી હતી.
વ્યસ્ત રહેવા પર અને શું હંમેશા આ જ રીતે કરિયરને આકાર આપવા માગતી હતી તેમ પૂછવા પર, તેણે કહ્યું કે ‘મને લાગે છે કે હું હંમેશાથી લોકો સાથે કામ કરવા ઈચ્છતી હતી, જેમની સાથે આજે હું કામ કરી રહી છું અથવા તેવા ડિરેક્ટર્સ જેમની હું ફિલ્મો કરી રહી છું અને હજી મારી પાસે લાંબુ લિસ્ટ છે જેમની સાથે હું કામ કરવા ઈચ્છું છું. આજે મને જે પ્રકારના રોલ મળી રહ્યા છે તેનાથી હું ઉત્સાહિત છું. જ્યારે ડિરેક્ટર તમારી પાસે અલગ-અલગ રોલ લઈને આવે છે ત્યારે, તે રસપ્રદ હોય છે કારણ કે તેમને તમારામાં વિશ્વાસ હોય છે અને તે વિશ્વાસ તમારામાં પણ આપોઆપ આવી જાય છે. ‘ગિલ્ટી’ તેમજ ‘ગુડ ન્યૂઝ’ માટેનો શ્રેય પણ હું ડિરેક્ટરપને આપીશ. મને ખુશી છે કે એક્ટર તરીકે હું મારી આવડતને સાબિત કરવામાં સફળ રહી છું. તેથી, હા એક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં આ સારો સમય છે’, તેમ તેણે અંતમાં કહ્યું.