Western Times News

Gujarati News

ઇન્ડિય આઈડલ અંગે ટ્‌વીટ કરતાં કરણ જાેહર ટ્રોલ થયા

મુંબઈ: એક અઠવાડિયા બાદ સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નો ધી એન્ડ આવી જશે. ૧૫મી ઓગસ્ટે સીઝનને તેનો વિનર મળી જશે. ફિનાલે પહેલા યોજાશે સેમી-ફિનાલે, જેના એપિસોડનું પ્રસારણ ૭ અને ૮ ઓગસ્ટે થશે. સેમી-ફિનાલેનો એપિસોડ ‘કરણ જાેહર સ્પેશિયલ’ રહેશે અને તેનો મહેમાન બનશે ફિલ્મમેકર કરણ જાેહર.

ઈન્ડિયન આઈડલનો ભાગ બનવાથી કરણ જાેહર ખુશ છે અને આ અંગે તેણે ટિ્‌વટર પર ટ્‌વીટ પણ કર્યું છે. જાે કે, કેટલાક યૂઝર્સે સુશાંત સિંહ રાજપૂત તો કેટલાક નેપોટિઝમનું નામ લઈ તેને ટ્રોલ કર્યો છે. પોતાની ટ્‌વીટમાં કરણ જાેહરે ઈન્ડિયન આઈડલ ૧૨ના કન્ટેસ્ટન્ટ્‌સને ટેલેન્ટેડ ગણાવ્યા છે તેમજ તેમની સાથે કામ કરવાની વાત પણ કરી છે. ફિલ્મમેકરે લખ્યું છે કે, ઈન્ડિયન આઈડલ ૨૧ના ટેલેન્ટથી પ્રભાવિત થઈ ગયો! અદ્દભુત! આ ટેલેન્ટેડ સિંગર્સ સાથે કામ કરવાની રાહ જાેઈ શકતો નથી.

કરણ જાેહરે જેવી ટ્‌વીટ કરી કે એક યૂઝરે કોમેન્ટ કરતાં સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો અને લખ્યું ‘અમારા સુશાંતે તારી સાથે કામ કર્યું તો તેની સાથે શું થયું? કથિત રીતે ‘ફ્લોપ અભિનેતા’ જેણે કેટલીક ફિલ્મની વેચાણ ક્ષમતાને અસર કરી?? સીબીઆઈ, ઈડી, ટેક્સ, એનસીબી ટીમ વિનંતી છે કે આ લોકોને છોડતા નહીં. અમે દરરોજ જાેઈશું.

એક યૂઝરે લખ્યું છે ‘તું માત્ર કહેવા ખાતર જ કહી રહ્યો છે. પરંતુ ભારતના લોકો તારી હકીકત જાણે છે કે તું માત્ર સ્ટારકિડ્‌સ સાથે કામ કરે છે. ગ્રામીણ વિસ્તારમાંથી આવતા સ્ટાર્સ બ્રિટિશ લહેકામાં બોલી શકતા નથી. તું નેપોટિઝમનો માસ્ટર છે. શરમ કર’. એક યૂઝરે લખ્યું છે એલઓએલ, ટેલેન્ટેડ સિંગર્સની સાથે કામ કરવાની રાહ જાેઈ શકતો નથી? આયુષ્માન ખુરાના જ્યારે કામ માગવા આવ્યો હતો ત્યારે તેને એમ કહ્યું કે, અમે માત્ર સ્ટાર કિડ્‌સ સાથે કામ કરીએ છીએ, આઉટસાઈડર્સને મંજૂરી નથી. શાહિદ કપૂરે પણ તને કહ્યું હતું કે, તું ડિરેક્ટર બનીને રહે એક્ટિંગ નથી આવડતી તને અને આ વાતને ગંભીરતાથી લે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.