એક સ્પર્ધકનું પરફોર્મન્સ જાેઈ દલેર મહેંદી રડી પડ્યા

મુંબઈ: ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ દિવાને ૩માં આ અઠવાડિયે સિંગર બ્રદર્સ દલેર મહેંદી અને મીકા સિંહ સ્પેશિય જજ બનીને આવવા છે. આ વખતનો એપિસોડ બચપન સ્પેશિયલ હશે, જેના માટે મીકા સિંહ અને દલેર મહેંદીએ તાજેતરમાં શૂટિંગ કર્યુ હતું. શૂટ દરમિયાન કંઈ એવું થયું કે દલેર મહેંદી ચોધાર આંસુએ રડી પડ્યા.
તેમને શાંત કરવા પણ મુશ્કેલ હતા. મીકા સિંહે તેમને માંડ માંડ શાંત કર્યા. મેકર્સે ડાન્સ દિવાનેના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં એક કન્ટેસ્ટન્ટનું પર્ફોમન્સ જાેઈને દલેર મહેંદી ધ્રુસકે ને ધ્રુસકે રડતા જણાઈ રહ્યા છે. દલેર મહેંદીને આ રીતે ભાવુક થતા જાેઈને સેટ પર હાજર તમામ લોકોની આંખો ભીંજાઈ જાય છે. હોસ્ટ ભારતી સિંહ પણ ઘણી ભાવુક થઈ જાય છે. મીકા સિંહ પોતાની સીટ પરથી આવીને દલેર મહેંદીને શાંત કરાવે છે. દલેર મહેંદી પર્ફોમન્સ દરમિયાન પોતાના બાળપણને યાદ કરીને રડવા લાગ્યા હતા.
લાંબા સમય સુધી સેટ પર સન્નાટો છવાયેલો હતો. દલેર મહેંદી સિવાય જજ નોરા ફતેહી અને તુષાર કાલિયા પણ ભાવુક થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ શૉમાં જ્યારે બચપન સ્પેશિયલ એપિસોડ શૂટ કરવામાં આવ્યો છે તો અત્યારે ગીત બચપન કા પ્યારને કારણે વાયરલ થયેલા છત્તીસગઢના સહદેવ દિરદોને પણ બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગીતના એક વીડિયોને કારણે સહદેવ રાતોરાત સ્ટાર બની ગયો છે. માત્ર ડાન્સ દિવાને જ નહીં, તે ઈન્ડિયન આઈડલમાં પણ જાેવા મળશે.