Western Times News

Gujarati News

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી સૌમ્ય સતિષ રાવલને વિયેનાની માસ્ટર્સ ડિસ્ટિકશન સ્કોલરશિપ એનાયત કરાઈ

આશરે રુ. 50 લાખની સ્કોલરશિપની મદદથી તે સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન હ્યુમન રાઈટસનો અભ્યાસ કરશે.

અમદાવાદ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સોશિયલ વર્ક એન્ડ લો ઓનર્સની ડીગ્રી મેળવનાર વિદ્યાર્થી સૌમ્ય સતિષ રાવલને ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં આવેલી સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીની માસ્ટર્સ ડિસ્ટિકશન સ્કોલરશિપ ઓફર થઈ છે.

આશરે રુ. 50 લાખની સ્કોલરશિપની મદદથી તે સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન હ્યુમન રાઈટસનો અભ્યાસ કરશે. આ સ્કોલરશિપની રકમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની ફી,રહેવાનો ખર્ચ, પોકેટ ખર્ચ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

વસ્ત્રાપૂરની પ્રકાશ સ્કૂલમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કરનાર સૌમ્ય સતિષ રાવલ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશ અને વિદેશમાં માનવ અધિકારના રક્ષણ અને તેને લગતી નિતીઓના નિર્ધારણ માટે કામ કરવા માંગે છે. તેમના પિતા સતિષ રાવલ મેનેજર છે.

જયારે તેમના માતા દિપ્તી બેન રાવલ પ્રકાશ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કાર્યરત છે. તેમના નાના ભાઈ ઋત્વિક રાવલ હાલમાં બી જે મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિયેનાની સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી તરફથી દેશભરમાં એક માત્ર વિદ્યાર્થીને આ ડિસ્ટિકશન સ્કોલરશિપ મળે છે, જે આ સ્કોલરશિપ આ વર્ષે દેશભરમાંથી સૌમ્ય રાવલને મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.