ગાંધીનગરમાં નેશનલ લેવલની બિયર્ડ સ્પર્ધા યોજાઈ

ગાંધીનગરમાં નેશનલ લેવલની બિયર્ડ સ્પર્ધા ચાલુ થઈ છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી જુદી જુદી દાઢીવાળા અનેક લોકો આજે ગાંધીનગરના મહેમાન બન્યા હતા. કોઈની લાંબી, કોઈની સફેદ, કોઇની બૂરી, તો કોઈને કાળી અને ગુચ્છાદાર દાઢી સાથે અનેક લોકોએ દાઢી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક સહિતના ૭૦ જેટલા રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આ સ્પર્ધા માટે બિયર્ડ કોમ્પીટીશનમાં વિજેતા બનીને મેડલ મેળવેલા ચંદ્રપ્રકાશ વ્યાસને નિર્ણાયકની જવાબદારી સોંપવામાં આવી હતી.