Western Times News

Gujarati News

દેશનું પહેલું ડીઝનીલેન્ડ ગુજરાતમાં બનાવવા સરકારની ઓફર

કંપની પસંદ કરે એ લોકેશન પર ખાસ છૂટછાટો આપવા પ્રવાસન વિભાગની તૈયારી

વિશ્વમાં માત્ર છ જ ડીઝનીલેન્ડ પાર્ક- 
અમેરીકામાં કેલિફોર્નિયા, ફ્લોરીડામાં જ બે પાર્ક છે જાપાનમાં ટોક્યો,  ફ્રાંસના પેરિસમાં, હોંગકોંગ અને ચીનમાં
————————————————————————–
 અમદાવાદ, ગુજરાતીઓ સહિત દેશભરના નાગરીકોને એમ્યુઝમેન્ટ પાર્ક માટે અમેરીકા કે વિશ્વના અન્ય કોઈ દેશ સુધી લાંબા નહીં થવુ પડે. ડીઝનીલેન્ડ ગુજરાતમાં જ આકાર પામે તેના માટે રાજ્યના પ્રવાસન વિભાગે ખાસ ઓફરો સાથે પ્રયાસો હાથ ધર્યા છે. જા બધુ જ સમુસુથરૂ પાર ઉતરશે તો મનોંરંજનની દુનિયામાં પણ ગુજરાતનું નામ પ્રથમ હરોળમાં રહેશે અને પર્યટન ઉદ્યોગ વધુ વેગવંતો બનતા તેની સાથે સંકળાયેલો વેપાર-રોજગારમાં વૃધ્ધી થશે.

ભારતમાં વાટર પાર્ક તો ઘણા છે. તેની શરૂઆત પણ ગુજરાતમાંથી જ થઈ હતી. હવે ડીઝનીલેન્ડ પણ ગુજરાતમાં આવે તેના માટે પ્રવાસન વિભાગે તૈયારી દર્શાવી છે. આ વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ ઓફિસરના કહ્યા અનુસાર અમેરીકા Âસ્થત ડીઝનીલેન્ડ કંપનીના માલિક ભારતમાં યોગ્ય જગ્યાની શોધખોળ કરી રહ્યા છે. અગાઉ તેમણે મુંબઈ નજીક પાર્ક સ્થાપવા નજર દોડાવી હતી. જા કે હવે તેમણે પ્લાન બદલ્યો છે અને મુંબઈની બહાર ડીઝનીલેન્ડ બનાવવા માંગે છે.

ટાટા નેનો પ્લાન્ટની જેમ આ તકને ઝડપી લેવા છૂટછાટો આપવાની તૈયારી સાથે પ્રયાસો આદર્યા છે. ગુજરાતમાં ટુરીઝમ-એન્ટરટેઈન્મેન્ટ સેકટરમાં ડીઝનીલેન્ડ જેવો મોટો પાર્ક ઉમેરાય તો પહેલાથી પર્યટન સાઈટ ધરાવતા રાજ્યના અર્થતંત્રને પણ મોટો ફાયદો થઈ શકે તેમ છે.

આથી સરકાર આવા પાર્કમાં નશાબંધી સહિતના કાયદાઓમાં ઉદાર વલણ અપનાવી શકે છે. જેથી મધ્ય-પૂર્વ એશિયાના દેશો સહિત વિશ્વભરના વિદેશી પ્રવાસીઓને ગુજરાત માટે આકર્ષણ ઉભુ કરી શકાય.
વિશ્વમાં માત્ર છ જ ડીઝનીલેન્ડ પાર્ક આવેલા જેમાં અમેરીકામાં કેલિફોર્નિયા, ફ્લોરીડામાં જ બે પાર્ક છે જ્યારે બાકીના ચાર જાપાનમાં ટોક્યો, ફ્રાંસના પેરિસમાં, હોંગકોંગ અને ચીનમાં આવેલા છે. ગુજરાતમાં જા ડીઝનીલેન્ડ પાર્ક બને તો તે ભારતનો પહેલો હશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.