કોરોનાના નિયમોને નેવે મૂકી બર્થ ડે મનાવતા સપા ધારાસભ્ય વિરૂદ્ધ કેસ

મુંબઇ: મહારાષ્ટ્ર અત્યાર સુધી કોરોના વાઈરસની બીજી લહેરની મારથી બહાર આવી શક્યો નથી, પરંતુ અમારા જન પ્રતિનિધિ ક્યાંક લોકલ ટ્રેન શરૂ કરવા માટે આંદોલન કરી રહ્યા છે તો ક્યાંક ભીડ જમા કરીને પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસિમ આઝમી વિરૂદ્ધ કોવિડ-૧૯ના નિયમોને તોડીને બર્થ ડે મનાવવાના આરોપમાં કેસ નોંધાયો છે.
સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ અને મુંબઈના ગોવંડી વિસ્તારના ધારાસભ્ય અબુ આસિમ આઝમીએ પોતાના ૬૬મા જન્મદિવસના અવસરે કોરોના ગાઈડલાઈન્સને નેવે મૂકી પોતાના સમર્થકોની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા. બર્થ ડે પાર્ટી દરમિયાન લોકોના મોઢા પર ન તો માસ્ક હતુ અને ના જ સોશ્યલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવામાં આવ્યો.
બર્થ ડે નો વીડિયો સામે આવ્યા બાદ શિવાજી નગર પોલીસે સપા ધારાસભ્ય અબુ અસીમ આઝમી સહિત તેમના ૧૮ સમર્થકો વિરૂદ્ધ પેંડેમિક એક્ટ સહિત કેટલીક ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો છે. જાેકે આ કેસમાં અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ, ધારાસભ્યએ રવિવારે સાંજે પાંચ વાગ્યાથી સાડા આઠ વાગ્યાની વચ્ચે ગોવંડીના શિવાજી નગર વિસ્તારમાં વિભિન્ન સ્થળ પર પોતાની પાર્ટી સમર્થકોની સાથે જન્મદિવસ મનાવ્યો. જન્મદિવસના ઉત્સવ દરમિયાન લોકો કોવિડ-૧૯ સંબંધી દિશા-નિર્દેશોનુ ઉલ્લંઘન કરતા જાેવા મળ્યા નહીં. તેમનામાથી કેટલાક લોકોએ માસ્ક પણ પહેરાવ્યો નથી. પોલીસે જણાવ્યુ કે અબુ આસિમ આઝમી અને તેમની પાર્ટીના ૧૭ અન્ય કાર્યકર્તાઓ વિરૂદ્ધ રવિવારે એફઆઇઆર નોંધવામાં આવી છે.