ગુજરાતમાં બનેલા રમકડા જલદી માર્કેટમાં જાેવા મળશે!

Files Photo
અમદાવાદ: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ, અમદાવાદમાં સાયન્સ સિટી અને બાલાસિનોરમાં ડાયનાસોર પાર્ક જેવા વિકાસ બાદ યુવાનોને રોજગાર મળે અને ગુજરાતની પ્રગતિ થાય તે માટે એક નવા પ્રોજેક્ટ અંગે વિચારણા ચાલી રહી છે. આ વખતે ટોય પાર્ક એટલે કે રાજ્યમાં રમકડા ઉદ્યોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર અમદાવાદના સાણંદ કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ટોય પાર્ક પાછળ લગભગ ૨,૫૦૦ કરોડનો ખર્ચ કરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
સૂત્રો દ્વારા આ ખર્ચ અંગેની રૂપરેખા બાંધવામાં આવી રહી છે. જાેકે, આ પાર્કમાં ખેલકૂદના બદલે બાળકો માટે ઈન્ટરનેશનલ ક્વોલિટીના રમકડાં તૈયાર કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે “ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિશાળ ટોય પાર્ક માટે રાજકોટ પાસે અને સાણંદમાં ૨૫૦ એકર જમીન નક્કી કરવામાં આવી છે.” રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું ક ગુજરાત રમકડા ઉદ્યોગના રોકાણમાં બહુ જ ઓછો ફાળો ધરાવે છે. એટલે કે ગુજરાત દેશના કુલ રમકડા ઉદ્યોગના ઉત્પાદનમાં માત્ર ૧% જ ફાળો આપે છે. હવે આવી સ્થિતિમાં રમકડા ઉદ્યોગમાં રાજ્ય સરકાર મોટી છલાંગ લગાવવા માગે છે,
આ માટે રોકાણકારોને પણ આકર્ષિત કરવામાં આવશે, આ માટે સાણંદ જેવી જગ્યા પર વિશાળ તૈયારીઓ આરંભવામાં આવી શકે છે. ઈન્ડસ્ટ્રીયલ એક્સપર્ટનું માનવું છે કે, “કોરોના પછી એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઈન્ટરનેશનલ કંપનીઓ ચીનની બહાર જગ્યા શોધી રહી છે. જેમાં વિયતનામ જેવા દેશો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. આવામાં ભારત માટે પણ એક સારી તક છે, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં રૉ મટિરિયલથી લઈને પોર્ટ જેવી સુવિધાઓ પણ છે
જેનાથી રોકાણકારો આકર્ષિત થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે સાણંદ અને રાજકોટ સિવાય વડોદરામાં પણ આ સંભવિત પાર્ક અંગે વિચારણા કરવામાં આવી હતી, જાેકે, આ સ્થળને લઈને સરકાર એટલી ઉત્સાહિત નથી. વધુમાં ઈન્ડસ્ટ્રી સૂત્રો જણાવે છે કે, ભારતમાં રમકડાનો ઉદ્યોગ દુનિયાની ૧.૫ બિલિયન સામે માત્ર ૦.૫% જ છે.