Western Times News

Gujarati News

ગુજરાતમાં આ જગ્યાએ છે, ભગવાન શંકરના મંદિરમાં બે પોઠીયા

માણાવદરમાં બે પોઠીયાવાળું મંદિર- વિશ્વના કોઈપણ ખૂણે તમને આવું બે નંદી એટલે કે બે પોઠીયા ધરાવતું મંદિર જાેવા નહીં મળે. આ મંદિર સો વર્ષ જુનું મંદિર છે જે ૧૯૦૯માં ગડગડીયા મહાદેવ તરીકે ઓળખાતું હતું

માણાવદર, તમે મંદિરો તો ઘણા જાેયા હશે. વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ જાેઇ હશે . દરેક મંદિરોમાં દેવી-દેવતાઓનાં વાહનો ના પ્રતિકો પણ જાેયા હશે. પરંતુ તમે કદાપી એક જ દેવ ના બે વાહનો નહીં જાેયા હોય.અમે આજે તમને એક એવું મંદિર બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં શંકર ભગવાનના બે વાહનોરૂપે બે પોઠીયા ભગવાન શંકરના મંદિરના દ્વાર સામે ચોકી કરતા બેઠા છે. વાત છે માણાવદરની.

માણાવદર માં આવેલ ત્રંબકેશ્વર મંદિર રઘુવીરધામમાં બે પોઠીયા વાળું શંકરનું મંદિર આવેલ છે વિશ્વના કોઈપણ ખૂણે તમને આવું બે નંદી એટલે કે બે પોઠીયા ધરાવતું મંદિર જાેવા નહીં મળે. આ મંદિર સો વર્ષ જુનું મંદિર છે જે ૧૯૦૯માં ગડગડીયા મહાદેવ તરીકે ઓળખાતું હતું

સમય જતાં તેની કાયા પલટ થતી રહી અને સો વર્ષ પછી આજે નાનકડી દેરી ની જગ્યાએ અધતન વિશાળ મંદિર નિર્માણ પામ્યું છે.આ મંદિરમાં સો વર્ષમાં અનેક સંતો-મહંતો ફરી ગયા છે પણ તેની ખરી કાયાપલટ કરનાર બિહારથી આવેલા સંત રધુવીરદાસજી હતા રઘુવીરદાસબાપુ માણાવદર પંથકમાં વસતા લોકો માટે ભગવાન કરતાંય વધારે આસ્થાવાન બન્યા છે.

આ મંદિરનું વિશેષ મહત્વ તેમાં રહેલા બે પોઠીયા તથા રઘુવીરદાસ બાપુ ના પરચા ને કારણે ખૂબ જ વધ્યું છે ઇ.સ.૧૯૬૦ માં આ સંતે ગાંધીચોકમાં સપ્તાહ કુંડી મહાયજ્ઞ કર્યો હતો ત્યારે યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા પાણીની ત્રણ અંજલી છતાં અગ્નિ ભભૂકી ઊઠ્‌યો હતો ૧૯૬૮ માં એક પણ પૈસા વગર ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા બેસાડી તાલુકાને આઠ દિવસ સુધી ધુમાડાબંધ જમાડીને લોકોને અચંબામાં મુકી દીધા હતા.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કેદારનાથના દર્શન રાખવામાં આવેલ હતા કેદારનાથ મહાદેવ ના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.