દેશમાં કોરોનાના નવા કેસમાં અચાનક વધારો જાેવા મળ્યો

Files Photo
નવીદિલ્હી: એક દિવસની રાહત બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો જાેવા મળ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૩૫૩ નવા કેસ સામે આવ્યા અને ૪૯૭ લોકોના મૃત્યુ થયા છે. તો દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૦૧૩ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. દેશમાં આ સમયે એક્ટિવ કેસની સંખ્યા ૩,૮૬,૩૫૧ છે, જે છેલ્લા ૧૪૦ દિવસમાં સૌથી ઓછી છે. રિકવરી રેટ વધીને ૯૭.૪૫% પર પહોંચી ગયો છે.
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ ૨૦ લાખ ૩૬ હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી ૪ લાખ ૨૯ હજાર ૧૯૭ લોકોના મોત થઈ ચુક્યા છે. સારી વાત છે કે કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૩ કરોડ ૧૨ લાખ ૨૦ હજાર લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ ૩ લાખ ૮૬ હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.
કેરલમાં મંગળવારે કોરોના સંક્રમણના ૨૧૧૧૯ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૫,૮૬,૬૯૩ થઈ ગઈ છે. પ્રદેશમાં સંક્રમણ દર ૧૬ ટકાની નજીક છે. છેલ્લા એક દિવસમાં મહામારીથી ૧૫૨ લોકોના મોત થયા છે. ત્યારબાદ પ્રદેશમાં મૃત્યુઆંક ૧૮૦૦૪ પર પહોંચી ગયો છે. મંગળવારે કેરલમાં ૧૮૪૯૩ લોકો સાજા પણ થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી ૩૩,૯૬,૧૮૪ લોકો કોરોનેને માત આપી ચુક્યા છે. દેશભરમાં ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૪૪ જિલ્લામાં સાપ્તાહિક સંક્રમણ દર ૧૦ ટકાથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે ભારતમાં સાત દિવસમાં સામે આવેલા કોવિડ-૧૯ સંક્રમણના કુલ મામલામાંથી ૫૧.૫૧ ટકા કેરલમાં નોંધાયા છે. પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં કોવિડ-૧૯ના પ્રસારને જણાવનાર પ્રજનન સંખ્યા (આર-નંબર) એકથી વધુ છે.
દેશમાં લોકોને અત્યાર સુધી કોવિડ-૧૯ રસીકરના આશરે ૫૨ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સાંજે સાત કલાક સુધી જાહેર અંતરિમ રિપોર્ટ પ્રમાણે મંગળવારે રસીના ૩૭ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી ૧૮થી ૪૪ વર્ષ ઉંમર વર્ગના ૨૦,૪૭,૭૩૩ લોકોને પ્રથમ ડોઝ અને ૪,૦૫,૭૧૯ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યા છે.