Western Times News

Gujarati News

સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ, ધાનાણી ઇજાગ્રસ્ત

ગાંધીનગર: ગાંધીનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તૌઉતે વાવાઝાડા પર રિ સર્વે કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ૫૦ ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી જાે કે બાદમાં તેમને મુકત કરવામાં આવ્યા હતાં.

ગુજરાતમાં આગામી વર્ષ વર્ષે વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા પૂર જાેશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ઘણા મુદ્દે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુંમાં આજે ફરી વખત ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

જાેકે આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ભારે ઘર્ષણ થયું જેના કારણે મામલો વણસ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પરેશ ધાનાણીના માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. જેના કારણે તેમણે એવા આક્ષેપ કર્યા છે, કે તેમના પર હુમલો કરાવામાં આવ્યો છે. જેથી આ સમગ્ર મામલે હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે માછીમારો અને ખેડૂતોને પૂરતું વળતર મળી રહે તે બાબતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માછીમારો અને ખેડૂતોને સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં વળતર નથી મળ્યું જેથી આ મામલે સરકાર દ્વારા રિ સર્વે કરાવીને તેમને પુરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે.

પોલીસ દ્વારા કોંગ્રેસના ૫૦ જેટલા ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી જેમા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

તૌકતે નુકસાનીના વળતરમાં અનિયમિતતા અને વિસંગતતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યું હતું. જાે યોગ્ય ઉકેલ નહિ આવે તો કોંગ્રેસના ધારાસભ્યોએ ચીમકી આપી છે.

ત્યારે આજે તેમની રજૂઆત ન સાંભળવામાં આવતા ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમા પાસે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાંથી હટાવવાની કામગીરી કરતા સમયે પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે સંઘર્ષ થયુ હતું. આ સંઘર્ષમાં પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું

કપાળ પરથી લોહી નીકળી આવ્યુ હતું. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ વિશે ગેનીબેને કહ્યું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તૌકતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જાેઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તૌકતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.

કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી કાઢીને ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. તો આ વિશે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ઉત્સવો અને તાયફા કરવાની સરાકર જરૂરિયાતમંદોની લાભ નથી આપતી. લોકોની વાત લઈને કોંગ્રેસ નીકળે તો તેમને પણ રોકે છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવતીકાલથી બે દિવસ સુરતના પ્રવાસે જશે. આંદોલનના સાથીઓ, આગેવાનો, કાર્યકરો સાથે ચર્ચા કરશે. તેમજ લોકોના વિવિધ સૂચન અને સમસ્યાને સાંભળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.