કાલુપુરમાંથી ૧૪૩ ગેરકાયદે વીજ કનેકશન મળી આવ્યા
અમદાવાદ, કાલુપુર હરણવાળી પોળ નવી મોહલત અને આસપાસના વિસ્તારના મકાનોના ગેરકાયદે વીજ જાેડાણ પકડવા ટોરેન્ટ પાવરની ટીમે પોલીસ સાથે દરોડો પાડતાં ૧૪ ગેરકાયદે વીજ જાેડાણ પકડાયા હતા. ટોરેન્ટ ટીમ અને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી રહેલા સ્થાનીક ૧ર લોકો સામે કાલુુપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલુપુરમાં ગેરકાયદે વીજ જાેડાણની મળેલી માહિતીના આધારે ટોરેન્ટ પાવર ટીમે કાલુપુર પોલીસને સાથે રાખીને દરોડો પાડતાં ત્યાંના ૧૪૩ મકાનોમાંથી ગેરકાયદે વીજ જાેડાણ પકડાયા હતા.
કેટલાંક સ્થાનીકોએ ટોરેન્ટ અને પોલીસની કામગીરીનો વિરોધ કરતાં ટોરેન્ટના સાવન હસમુખભાઈ વૈસનાણીએ અરીફ શેખ, હારીશ શેખ ફારુખ શેખ બાદુલ્લા શેખ બાવાજી હામીદ કાલુ અને સમીલ ખાન પઠાણ વિરૂધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનનાં ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ટોરેન્ટની કામગીરીનો વિરોધ કરનાર ૧ર લોકો સામે ર ગુના નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.