દિલ્હીમાં ત્રીજી લહેર અગાઉ જ હોસ્પિટલોમાં ૮૦ ટકા બેડ ફૂલ થયા

નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેર બાબતે રોજ નવા નવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે દિલ્હીની હોસ્પિટલોમાંથી મળી રહેલા સમાચાર ચિંતાજનક છે. દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડ અને નોન કોવિડ દર્દીઓ મળીને ૮૦% જેટલા બેડ અગાઈથી ફૂલ થઈ ચૂક્યા છે. આ સમચારે સ્થાનિકોમાં ચિંતા જગાડી હતી. એઇમ્સ સહિત સરકારી હોસ્પિટલોમાં પણ વેઇટિંગ વધી ગયું છે.
રાજધાની દિલ્હીમાં આસપાસનાં રાજયોમાંથી પણ દર્દીઓ આવતા હોય છે. જેનાં પગલે દિલ્હીની હોસ્પિટલોમાં ધસારો રહેતો હોય છે. હાલમાં ૮૦% બેડ ભરાઈ ચૂક્યા છે. જેમઆ લોકડાઉનમાં પોતાની સારવાર ન કરાવી શકેલાં નોન-કોવિડનાં દર્દીઓ પણ સામેલ છે. જાે કે અગાઉની સાપેક્ષમાં દિલ્હીમાં કોવિડ કેસની સંખ્યા નિયંત્રણમાં જ છે.
દિલ્હીની ૨૦૦ હોસ્પિટલમાં ૨૦ હજાર બેડની ક્ષમતા છે. આ પૈકી ૧૬,૬૩૬ કોવિડ માટે ફાળવવામાં આવ્યા હતા. હોસ્પિટલો દ્વારા ૯૦ થી ૯૫% બેડ પર દર્દીઓ દાખલ થયેલા છે. મેક્સ, અપોલૉ, ફોર્ટિસ, ઇંડિયન સ્પાઇન ઇન્જરી સેન્ટર સહિતના તમામ હોસ્પિટલોમાં મોટા ભાગના બેડ ફૂલ હોવાની જાણકારી મળી હતી. કોવિડનાં કેસ ઘટવાથી કોવિડ માટે આરક્ષિત બેડની સંખ્યા ઓછી કરી દેવામાં આવી હતી જાે કે પોસ્ટ કોવિડ કેસની સંખ્યા વધી રહી છે. આમાં ઘણાં દર્દીઓ સમયે સારવાર ન્હોતા લઈ શક્યા અને ઘણાં દર્દીઓને સમયસર દવાઓ ન મળી હોવાના કારણે સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી.
એઇમ્સમાં મોટાભાગના દર્દીઓ ગંભીર બીમારીઓનાં હોવાની માહિતી મળી હતી. જેમાં ફેફસા, લીવર, કેન્સર વગેરે તમામ પ્રકારના ગંભીર રોગોના દર્દીઓનો સમાવેશ થાય છે. ડોક્ટરોએ કહ્યું હતું કે આ સમયે જાે ત્રીજી લહેર આવે તો એ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. દિલ્હીમાં ફરી બેડ ઓછા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેને લઈને આગોતરું આયોજન પણ કરવાનું હોસ્પિટલોએ શરૂ કરી દીધું છે.