માણાવદરના દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા 400 ફૂડ પેકેટનું ગરીબ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું
માણાવદર જ નહિ સમગ્ર ગુજરાત તથા ગુજરાત બહાર અનેક શાખા પેટાશાખા ધરાવતા દર્શન ચશ્માઘરની સેવાકીય પ્રવૃતિઓ મેંદરડા, બાંટવા, જુનાગઢ ,રાજકોટ, શાપર, મોરબી જામનગર, ધ્રોલ, હડીયાણા અને એવા બીજા તાલુકાઓના ગામડે ગામડે ગુંજી રહી છે. સેવાને પ્રથમ પ્રાધાન્ય આપનાર આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં હજારો કિલો ખાદ્ય સામગ્રી ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર બિપીનભાઈ પટેલે પોતાના માણસોને સાથે રાખીને ઘરે ઘરે પહોંચાડી છે ને પહોંચાડી રહ્યા છે
તેમણે માત્ર ખાદ્ય પુરવઠો જ પૂરો પાડ્યો નથી અનાજ કપડા જરૂરી આવશ્યક રસોડાનો સામાન તેમજ ચોમાસામાં છત્રીઓ પણ વિનામૂલ્યે દરેક ગરીબ વર્ગના ઘરમાં આપી છે. તેમણે આજરોજ પોતાનું વાહન લઇને શહેરના દરેક ઝૂંપડે ફરી ફરીને 400 કરતાં વધારે ખાદ્ય સામગ્રીના પેકેટ તૈયાર કરીને દરેકને હાથો હાથ આપ્યા છે. તેમની આ સેવાની નોંધ હજારો ગામડાંઓની એ લીધી છે. બીપીનભાઈ કહે છે કે આ નશ્વર કાયા ક્યારે પડી જાય એનું કંઈ નક્કી નથી.ઈશ્વરે જો માનવ અવતાર આપ્યો છે
તો તેમાં પુણ્યનું ભાથુ કેમ ના બાંધવું? માલ મિલકત કે પુત્ર પરિવાર વગેરે સાથે આવવાના નથી. વૈતરણી પાર કરવા સારા કર્મો અને સદકાર્યો જ સાથે આવે છે.માટે હું દરેક લોકોને કહું છું કે તમે પ્રભુ તરફ લક્ષ્ય આપી તેમણે દીધેલી સંપત્તિઓ માંથી થોડું પુણ્ય કરો.બોલ -અબોલ જીવોના ભૂખ્યા પેટ ઠારો જરૂરત મંદોને વસ્ત્રદાન, અન્નદાન અને અન્ય દાન કરો જિંદગીનું આજ સાચું મૂલ્ય છે. બિપીનન પટેલે આજે તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે ઝુપડપટ્ટીમાં 400 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું