પ્રેમ સંબંધમાં નડતા પુત્રની ઝેર પીવડાવીને હત્યા કરી

Files Photo
અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત!-માતા પુત્રને લઈ પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ જ્યાં અંગત પળો માણવામાં બાળક ખટકતો હોવાથી પતાવ્યો
અમદાવાદ, શહેરમાં એક સગી માતાએ પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માતા ૩ વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં અંગત પળો માણવામાં બાળક ખટકતો હોવાથી દૂધમાં ઝેર ભેળવીને સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને દૂધ પીવડાવી દીધું હતું.
ત્યાર બાદ બાળકને ઘરે લાવી સુવડાવવાનું નાટક માતાએ કર્યું હતું. પણ દાદા જ્યારે બાળકને રમાડવા ગયા ત્યારે તે બેભાન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ આ અનૈતિક સબંધ માટે રચાયેલા કાવતરમાં માસૂમ યુવી નામના બાળકનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર બાબતમાં બાળકની માતાની પૂછપરછ કરતા તેણે સમગ્ર કાવતરાની જાણ કરી હતી. આખરે પિતાએ પોતાના બાળકની હત્યા માટે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેમાં પ્રેમી સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. નરોડા રોડ પર રહેતા અજય મગાભાઇ પરમાર મૂળ પાલનપુરના વગદા ગામના છે.
તે સાળંગપુર ખાતે આવેલ આર.એમ.ડી કોમ્પલેક્ષમાં લેંગીસ સીવવાનું કામ કરે છે. તેમના લગ્ન આશરે તેરેક વર્ષ પહેલા પશાભાઇ સોલંકી કે જે ગામ ભાગળ તા-પાલનપુર જી-બનાસકાંઠા રહેતા હતા તેઓની દિકરી જયોતીબેન સાથે સાથે થયા હતા. તેમની પત્ની જયોતીબેન તેના મામા દેવજીભાઇ તળશીભાઇ સોલંકીના ત્યાં રહેતી હતી.
લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં એક દિકરો નામે યુવીનો વર્ષ ૨૦૧૮માં જન્મ થયો હતો. લગ્ન થયા બાદ અજયભાઈ પત્ની જયોતી સાથે છેલ્લા છ વર્ષથી રતીલાલની ચાલી ખાતે રહેતા હતા. આજથી દોઢેક વર્ષ પહેલા તેઓની પત્નીને તેના મામાના ગામ ઢેલાણા ખાતે જવાનું હોય તેઓ તેને કાલુપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી હતી.
અને ત્યારબાદ તે તેના મામાના ઘરે ઢેલાણા ખાતે ગઈ અને ત્યાં એક દિવસ રોકાઇને જયોતી મુળગામ વગદા ખાતે જવા નીકળી પણ મોડીરાત સુધી ના પહોચતા અજયભાઈ ના પિતાનો ફોન આવ્યો અને જણાવ્યું કે, જયોતી તેના મામાના ઘરેથી નીકળી છે પરંતુ હજુસુધી ઘરે આવેલ નથી.
જેથી અજય ભાઈએ સગા-સબંધીઓને પત્ની બાબતે પુછ પરછ કરતા તેની કોઇ હકીકત જાણવા મળી નહોતી અને બિજા દિવસે સવારના સાત વાગ્યે જ્યોતિ સાસરે પહોંચી હતી. બાદમાં અજય ભાઈએ પત્ની જયોતીને પુછ પરછ કરતા તેણે જણાવ્યું કે રાત્રી સમય દરમ્યાન ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર કે જે મીઠીવાવડી, પાલનપુર ખાતે રહે છે તેની સાથે હતી અને તે સમયે અજયને જાણવા મળ્યું કે, તેની પત્નીને આ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર સાથે આડા સબંધ છે.