મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાએ ગુંતુરમાં ભારતમાં એનો 30મો ‘મેટ્રો હોલસેલ’ સ્ટોર શરૂ કર્યો
· મેટ્રોએ આંધ્રપ્રદેશમાં કામગીરી વધારી; વિજયવાડા અને વિશાખાપટનમ પછી રાજ્યમાં ગુંતુરમાં મેટ્રો ત્રીજો સ્ટોર
· નવો સ્ટોર મેટ્રોની ઇકોમર્સ એપ ‘મેટ્રો હોલસેલ ’ સાથે સંકલિત છે, જે વેપારીઓ અને કિરાના માટે ખરીદીનો સુવિધાજનક અનુભવ છે
ભારતની સૌથી મોટી સંગઠિત હોલસેલર અને ફૂડ સ્પેશિયાલિસ્ટ મેટ્રો કેશ એન્ડ કેરીએ આજે ગુંતુરમાં એનું પ્રથમ ‘મેટ્રો હોલસેલ’ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર (સ્ટોર) શરૂ કર્યો હતો. આ નવો સ્ટોર ભારતમાં 30મો મેટ્રો હોલસેલ સ્ટોર છે, જેનું ઉદ્ઘાટન ગુંતુર (પૂર્વ)ના આદરણીય ધારાસભ્ય શ્રી મોહમ્મદ મુસ્તફા શેખ અને ગુંતુર પશ્ચિમના આદરણીય ધારાસભ્ય શ્રી મદાલી ગિરિધર રાવે સરકારી અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, મુખ્ય સપ્લાયર પાર્ટનર્સ અને ભારતમાં મેટ્રો લીડરશિપ ટીમની હાજરીમાં કર્યું હતું. આ નવો સ્ટોર આંધપ્રદેશમાં વિજયવાડા અને વિશાખાપટનમ પછી ત્રીજો મેટ્રો હોલસેલ સ્ટોર છે.
મેટ્રોએ કર્મચારીઓ અને ગ્રાહકો માટે સલામત અને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરવા એની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સ્ટોરમાં સલામતીના 30 કડક પગલાં લીધા છે. એના ગુંતુર સ્ટોરમાં મેટ્રોનો 100 ટકા ઇન-સ્ટોર સ્ટાફના તમામ સભ્યોએ કોવિડ-19નો પ્રથમ ડોઝ લીધો છે, જેમાં કર્મચારીઓ, પ્રમોટર્સ, હાઉસકીપિંગ, સીક્યોરિટી સ્ટાફ અને ડ્રાઇવરો સામેલ છે.
44000 ચોરસ ફૂટમાં પથરાયેલો ગુંતુર સ્ટોર મંગલગિરી રોડ પર વ્યૂહાત્મક રીતે સ્થિત છે અને શહેરમાં વેપારી ગ્રાહકોની રોજિંદી જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. સ્ટોર શરૂઆતમાં 60,000 રજિસ્ટર્ડ બિઝનેસ ગ્રાહકોને સેવા આપશે, જે કિરાના અને વેપારીઓ, હોટેલ્સ, રેસ્ટોરાં અને કેટરર્સ (હોરેકા),
સર્વિસીસ, કંપનીઝ એન્ડ ઓફિસીસ (એસસીઓ) અને સેલ્ફ-એમ્પ્લોય્ડ વ્યવસાયિકોની વેપારી જરૂરિયાતો પૂર્ણ કરશે. ગુંતુર ઉપરાંત સ્ટોર આસપાસના વિસ્તારોના ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરશે, જેમાં નરાસરાવપેત, પોન્નુર, ચિરાલા, બપ્તાલા, રેપાલ્લી, વિનુકોંડા, ઇન્કોલુ, મેકફરલેન, કરમપુડી, ગુરજાલા, ધાકીપલ્લી વગેરે સામેલ છે.
નવો સ્ટોર મેટ્રોની 5-સ્ટાર ગુણવત્તા, હોલસેલ કિંમત અને અન્ય તમામ બાબતો એકછત હેઠળની ખાતરી ઓફર કરે છે તથા ફૂડ અને નોન-ફૂડ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ધરાવતા વિવિધ 9000થી વધારે ઉત્પાદનોનો સ્ટોક કરશે. સ્ટોર સ્થાનિક અને રાજ્યના અર્થતંત્ર માટે 500 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે.
સ્ટોર વેપારીઓ અને કિરાનાઓ માટે મેટ્રોની બી2બી ઇ-કોમર્સ એપ – ‘મેટ્રો હોલસેલ એપ’ સાથે પણ સંકલિત છે અને તેમને સુવિધાજનક રીતે ઓનલાઇન બ્રાઉઝિંગ અને ઓર્ડર આપવાની સુવિધા પૂરી પાડશે તેમજ જીપીએસ સક્ષમ ટ્રક દ્વારા તેમના ઘરઆંગણે તેમના સ્ટોકની ડિલિવરી કરશે.
મેટ્રોની ભારતમાં સતત વૃદ્ધિ પ્રત્યેની કટિબદ્ધતા વિશે મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી અરવિંદ મેદિરટ્ટાએ કહ્યું હતું કે, “અમને આંધ્રપ્રદેશમાં અમારી કામગીરીને લઈને આશા છે અને કામગીરી વધારવા વિવિધ લોકેશનનું મેપિંગ કરી રહ્યાં છીએ.
ગુંતુર સ્ટોર આંધ્રપ્રદેશમાં અમારો ત્રીજો હોલસેલ સ્ટોર છે અને રાજ્ય પ્રત્યે અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. અમારી કામગીરી અમારી સ્ટોર ફોર્મેટ, ઓમ્નિ ચેનલ પર અમારું ધ્યાન તથા ભારતમાં સતત અને નફાકારક રીતે વૃદ્ધિ કરવાના અમારા અભિયાનનું પ્રતિબિંબ છે. આ સ્ટોર અમારા પોર્ટફોલિયોમાં નોંધપાત્ર ઉમેરો છે, કારણ કે એનાથી દક્ષિણ ભારતમાં અમારી કામગીરી વધશે, જ્યાં અમે અત્યારે 14 સ્ટોર ધરાવીએ છીએ. અમે આંધ્રપ્રદેશ-તેલંગાણા અને કર્ણાટકમાં 7-7 સ્ટોર ધરાવીએ છીએ.”
તેમણે ઉમેર્યુ હતું કે, “અમે વિવિધ કામગીરીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 500થી વધારે યુવાનો માટે રોજગારીની તક પેદા કરી છે, જે સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ આપશે. ભારતમાં અમારા 30મા મેટ્રો હોલસેલ સ્ટોર શરૂ થવાથી અમે ભારતમાં વિસ્તરણને લઈને આશાવાદી છીએ. અમે વધારે સ્ટોર ખોલીશું, રોજગારીની નવી તકો ઊભી કરીશું, સ્થાનિક પ્રતિભાનું કૌશલ્ય વધારીશું, સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદીની પ્રક્રિયા મજબૂત કરીશું અને મેટ્રોની આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક સમાન ગુણવત્તા અને શ્રેષ્ઠ પ્રેક્ટિસનો અમલ કરીશું, જે આત્મનિર્ભર ભારતના વિસ્તૃત વિઝનને પૂર્ણ કરશે.”
સ્વતંત્ર બિઝનેસ માટે ચેમ્પિયન તરીકે મેટ્રો સ્થાનિક બિઝનેસ ઇકોસિસ્ટમને ટેકો આપવા કટિબદ્ધ છે; મેટ્રોમાં વેચાણ થતી 99 ટકા ચીજવસ્તુઓની ખરીદી સ્થાનિક એમએસએમઇ અને સપ્લાયર્સ પાસેથી કરવામાં આવે છે. ગુંતુર સ્ટોર કેટલીક સ્વદેશી પ્રાદેશિક બ્રાન્ડ્સ માટે મજબૂત પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે, જેમ કે સંગમ એન્ડ હેરિટેજ ડેરી એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, ડબલ હોર્સ એન્ડ ડીયર બ્રાન્ડ અડદ હોલ, પ્રિયા ઓઇલ્સ અને પિકલ્સ વગેરે, જે સ્થાનિક વપરાશની જરૂરિયાતો પૂર્ણ કરશે.
તાજાં ફળફળાદિ અને શાકભાજીઓની રેન્જ ઉપરાંત સ્ટોર વિવિધ ચોખા, કઠોળ, લોટ, મરીમસાલા, ઓઇલ અને અનાજ, ડ્રાય ફ્રૂટ અને અન્ય વિવિધ કોમોડિટી ધરાવે છે. સ્ટોર મેટ્રોની માલિકીની બ્રાન્ડ પ્રોડક્ટ્સની વિવિધ પણ ઓફર કરશે, જે ગ્રાહકોને સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ થાય છે.
તેમાં સ્ટોર હોટેલ અને રેસ્ટોરાં સપ્લાય, ઓફિસ સપ્લાય સામેલ છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, એપેરલ્સ, ટેકસ્ટાઇલ્સ, હાઉસહોલ્ડ્સ, સ્ટેશનરી, હોમ ઇમ્પ્રૂવમેન્ટ્સ, ફૂટવેર, લગેજે વગેરે નોન-ફૂડ સેગમેન્ટમાં વિવિધ ઉત્પાદનો સામેલ છે. ઉત્પાદનની વિવિધતાસભર રેન્જ ઉપરાંત મેટ્રો હોલસેલ મેમ્બર્સને મેટ્રો કોમોડિટી નિષ્ણાતો પાસેથી સહાય મળશે તથા વધારે સરળ અને વાજબી ખરીદીનો અનુભવ પ્રદાન કરવા એક લૉયલ્ટી પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.
મેટ્રો એના સ્માર્ટ કિરાના પ્રોગ્રામ દ્વારા સ્વતંત્ર વ્યવસાયોને સમૃદ્ધ કરવા અને કિરાના ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવામાં મોખરે છે. આ પ્રથમ પ્રકારની પહેલ સમાન પ્રોગ્રામ પરંપરાગત મોમ એન્ડ પોપ સ્ટોર્સને આધુનિક રિટેલમાં સ્પર્ધા કરવા આધુનિક અને ડિજિટલાઇઝેશન સમાધાનો સાથે મદદ કરશે. મેટ્રો કિરાના ડિજિટાઇઝેશનનો માર્ગ મોકળો કરે છે અને અત્યાર સુધી દેશભરમાં 2000થી વધારે કિરાનાની કામગીરીને આધુનિક બનાવવામાં મદદ કરી છે.
મેટ્રો કેશ એન્ડ કેરી ભારતમાં 3 મિલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે. અત્યારે કંપની 30 હોલસેલ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ધરાવે છે, જે 5000થી વધારે સપ્લાયર્સની જરૂરિયાત પૂરી કરે છે અને દેશભરમાં 15000થી વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. મેટ્રો હોલસેલ મેમ્બર બનવા માન્ય બિઝનેસ લાઇસન્સ અને ફોટો આઇડી પુરાવા સાથે 1860-266-2010 પર કોલ કરો અથવા www.metro.co.in પર લોગ ઓન કરો.