તાલિબાન-અફઘાન વચ્ચે લડાઈથી બે લાખ લોકો ઘરમાંથી ભાગવા મજબૂર

યુનોના મહાસચિવે કહ્યું કે ગત મહિને નાગરિકો વિરુદ્ધ હુમલામાં હજારથી વધુ લોકોનાં મોત થયા કે ઈજા થઈ છે
ન્યૂયોર્ક, અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બધા પક્ષોને અફઘાનિસ્તાનના નાગરિકો પર સંઘર્ષના વિનાશકારી પ્રભાવ પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો છે. Fighting between the Taliban and Afghans has forced two million people to flee their homes
અફઘાનિસ્તાનની સ્થિતિ પર ગુટેરેસે ચેતવણી આપી છે કે નાગરિકો વિરુદ્ધહુમલાને નિર્દેશિત કરવા આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
અને એક યુદ્ધ અપરાધ છે. તેમણે કહ્યું કે તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે લડાઈથી ભારે નુકસાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછા ૨ લાખ ૪૧ હજાર લોકો પોતાના ઘરોથી ભાગવા માટે મજબૂર થયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તાલિબાન અને સેના વચ્ચે સંઘર્ષ મહિલાઓ અને બાળકો પર એક મોટી અસર પાડી રહ્યો છે.
તેમણે કહ્યું કે, ગુનેગારોને જવાબદાર ઠેરવવા જાેઈએ. ગુટેરેસે કહ્યુ કે અફઘાનિસ્તાન નિયંત્રણથી બહાર થઈ રહ્યું છે કારણ કે ઓછામાં ઓછા ૨ લાખ ૪૧ હજાર લોકો પોતાના ઘરોથી ભાગવા માટે મજબૂર થઈ ગયા છે અને માનવીય જરૂરીયાતો સમયની સાથે વધી રહી છે. તેમણે કહ્યું કે, હું બધા પક્ષોને અફઘાનિસ્તાનના નાગરિકો પર સંઘર્ષના વિનાશકારી પ્રભાવ પર ધ્યાન આપવાનું આહ્વાન કરુ છું.
નાગરિકોની રક્ષા માટે બધાએ આગળ આવવું જાેઈએ. નાગરિકો વિરુદ્ધ હુમલાને નિર્દેશિત કરવો આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને યુદ્ધના અપરાધ બરાબર છે. અપરાધીઓને જવાબદાર ઠેરવવા જાેઈએ. ગુટેરેસે કહ્યુ કે પાછલા મહિને નાગરિકો વિરુદ્ધ હુમલામાં એક હજારથી વધુ લોકોના મોત થયા કે ઈજાગ્રસ્ત થયા છે.
ખાસ કરી સૌથી ખરાબ સ્થિતિ હેલમંડ, કંધાર અને હેરાત પ્રાંતમાં છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં હિંસામાં વૃદ્ધિ જાેવા મળી રહી છે, કારણ કે તાલિબાને અફઘાન દળો અને નાગરિકો વિરુદ્ધ પોતાનું આક્રમણ વધારી દીધુ છે. તાલિબાન દ્વારા દેશમાં વધતી હિંસાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે,
કારણ કે આતંકવાદી સમૂહ સરકાર પાસેથી અનેક ક્ષેત્રો પર કબજાે કરી લોકોને લૂંટી રહ્યાં છે અને નાગરિકોને મારી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજુતિ પર હસ્તાક્ષર થયા હતા. ત્યારબાદ અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડવાની જાહેરાત કરી હતી. અમેરિકા સેનાની વાપસી બાદ તાલિબાન અફઘાનિસ્તાન પર હુમલો કરી રહ્યું છે અને પોતાનો કબજાે જમાવી રહ્યું છે.