Western Times News

Gujarati News

L&Tએ નિર્ધારિત સમયગાળા અગાઉ NPCILને 700MWe રિએક્ટર એન્ડ-શિલ્ડ રવાના કર્યું

હઝિરા (સુરત, ગુજરાત), હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ એનપીસીઆઇએલના સ્વદેશી ડિઝાઇન કરેલા 700MWe પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) માટે બીજા એન્ડ-શીલ્ડને રવાના કરી હતી, Second End-Shield for NPCIL’s indigenously designed 700 MWe Pressurized Heavy Water Reactors (PHWR) to be set up at Gorakhpur Haryana Anu Vidyut Pariyojana (GHAVP) in Fatehabad district.

જે હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ગોરખપુર હરિયાણા અનુવિદ્યુત પરિયોજના (જીએચએવીપી)માં સ્થાપિત થશે. આ સમારંભ એલએન્ડટીના હરિઝા ઉત્પાદન સંકુલમાં એનપીસીઆઇએલ અને એલએન્ડટીના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.

આ એન્ડ શીલ્ડ્સ રિએક્ટરની હાર્દ વિભાગમાંથી આવતા સીધા રેડિયેશન ક્ષેત્રને અટકાવવા ઉપયોગ થતા પ્રેશરાઇઝ હેવી વોટર ન્યૂક્લીઅર પાવર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર)નો મહત્વપૂર્ણ ભાગ છે. એન્ડ-શીલ્ડ્સ (ડાયામીટર 9મીટર, વજન 140 એમટી)ના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ મેચિંગ બાય-જંક્શન સંકળાયેલું છે, જેમાં ડિસ્ટોર્શન કન્ટ્રોલ ટેકનોલોજીના કડક નિયંત્રણો લાગુ છે.

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ શ્રી અનિલ વી પરબે કહ્યું હતું કે, “અમે એલએન્ડટીમાં વિશ્વાસ મૂકવા બદલ એનપીસીઆઇએલનો આભાર માનીએ છીએ, જેણે ભારતના પરમાણુ કાર્યક્રમની શરૂઆતથી એનો ભાગ બનવાની તક આપી છે.

અમને કોવિડ-19 મહામારી વચ્ચે પણ નિર્ધારિત સમયગાળાના 3 મહિના અગાઉ આ મહત્વપૂર્ણ ઉપકરણની ડિલિવરી કરવાનો ગર્વ છે. એલએન્ડટી સંપૂર્ણપણે આદરણીય પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન પ્રત્યે કટિબદ્ધ છે. કંપનીએ એના નિર્ધારિત સમયગાળા અગાઉ 10×700 MWe PHWR ફ્લીટ પ્રોગ્રામ અંતર્ગત 12 સ્ટીમ જનરેટર્સ રવાના કર્યા છે.”

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગે માર્ચ, 2021માં GHAVP ન્યૂક્લીઅર પાવર પ્રોજેક્ટ માટે પ્રથમ 700MWe સ્ટીમ જનરેટર રવાના કર્યું હતું, જેણે 36 મહિનામાં જટિલ ઉપકરણનું નિર્માણ કરીને ન્યૂક્લીઅર ઉત્પાદન ઉદ્યોગમાં નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો હતો.

એલએન્ડટી રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ખાતર અને પરમાણુ ઊર્જા ઉદ્યોગમાં વૈશ્વિક કંપનીઓને હેવી એન્જિનીયરિંગ હાઈ ટેકનોલોજી રિએક્ટર્સ અને સિસ્ટમ્સ પૂરી પાડે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.