સંજેલી ન્યાય મંદિરમા પ્રથમ વખત સિવિલ જજ જે જે જાધવના હસ્તે ધ્વજવંદન
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ, સંજેલી તાલુકામાં નવીન ન્યાય મંદિરનું બિલ્ડિંગ બે દિવસ પહેલા ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જે બાદ આજે રવિવારના રોજ સવારે દસ કલાકે પ્રિન્સીપાલ Cજજ જે જે જાદવના હસ્તે ધ્વજવંદન ફરકાવવા માં આવ્યો હતો અને તિરંગાને સલામી આપવામાં આવી હતી.
જે બાદ સ્વતંત્રપર્વની જજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં સંજેલી તાલુકાના વકીલ મિત્રો બાર એસોસિયેશનના સભ્યો પોલીસ સ્ટાફ તેમજ કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.