સંજેલી તાલુકાના આઠ પ્રતિભા શાળી શિક્ષકોને પ્રમાણપત્ર શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા.
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ, સંજેલી તાલુકામાં ક્લસ્ટર કક્ષાની સારી કામગીરી કરનાર એક શિક્ષિકા સહિત આઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા.
સંજેલી તાલુકાની ક્યાંથી જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી.જેથી પ્રતિભા શાળી શિક્ષકોની ક્લસ્ટર કક્ષાએ એ શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય શાળાકીય સહ અત્યાસિક પ્રવૃત્તિ નાવિન્યપૂર્ણ પ્રયોગો સામાજિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનાર સંજેલી તાલુકા ના એક શિક્ષિકા સહિત આઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
જેમાં એક ને જિલ્લાકક્ષાએ અને સાતને તાલુકા કક્ષાએ સંજેલી મામલતદાર પી આઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી એસ કે ગાવિત અને તાલુકા પ્રમુખ ભુપેન્દ્ર સંગાડા ની અધ્યક્ષસ્થાને બીઆરસી સીઆરસી કો ઓર્ડીનેટરની ઉપસ્થિતિ માં પ્રજાપતિ જીગ્નેશ ધૂળા માંડલી ડામોર ઇનેશ ભુરસીંગ સંજેલી કુમાર પ્રજાપતિ
પંકજ ચંદુ પતેલા કલાસવા નયનાબેન ખુમાનસિંહ અણીકાવર્ગ સેલોત રાજેન્દ્ર તેરસીંગ ગો તળાઇ તલાર જતીન સના નેનકી વાળંદ જયેન્દ્ર ગણપત બોરપાણી૧ ને તાલુકા સેવા સદન ખાતે પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યાં હતાં. જ્યારે ધાવડી ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક બામણિયા અરવિંદભાઈ જિલ્લાકક્ષાએ પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યાં હતાં. માંડલી પે સેન્ટરના અસિસ્ટન્ટ આચાર્ય રમેશ સોલંકી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું..