આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સાઈકલ રેલી યોજાશે…
વડોદરા તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૧ (રવિવાર) રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હેઠળ આવેલા સીનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ જિલ્લાઓ માં જિલ્લા કક્ષાની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વડોદરા જિલ્લા ખાતે તા.૧૮-૦૮-૨૦૨૧ ના રોજ ભાઇઓ માટે સાઇકલ રેલીનું આયોજન કર્યું છે અને તા.૨૧-૦૮-૨૦૨૧ ના રોજ બહેનો માટે સાઇકલ રેલી યોજી છે. સાયકલ રેલી માટે સવારે ૦૬.૩૦ કલાકે દરેક ખેલાડી ભાઇઓ/બહેનોએ સીનીયર કોચ કચેરી, વાઘોડીયા રમત સંકુલ, પરિવાર ચાર રસ્તા પાસે, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે.
આ સાઇકલ રેલીનો સમય ૧ કલાકનો રહેશે જેમાં વડોદરા જિલ્લાના તમામ સાઇકલિસ્ટ, સાઇકલિસ્ટ સંસ્થાઓ રેલીમાં ભાગ લઈ શક્શે. આ સાઇકલ રેલીનું આયોજન સીનીયર કોચ, વડોદરા અને વડોદરા સાઇકલીંગ એસોશીએશનએ સંયુકત રીતે કર્યું છે. જેમાં સીનીયર કોચ દ્વારા વડોદરાના તમામ ખેલાડીઓ તથા નાગરિકો ભાગ લઈ શકશે.
સાયકલ રેલી માટેનું સ્થળ: સીનીયર કોચ કચેરી, વાધોડીયા રમત સંકુલ, રાજીવ ગાંધી સ્વીમીંગ પુલની બાજુમાં, મહેશ કોમ્પલેક્ષની સામે પરિવાર ચાર રસ્તા પાસે, વડોદરા. સાઇકલ રેલીનો રુટ: પ્રસ્થાન વાધોડીયા રમત સંકુલ, વાઘોડીયા થી પરિવાર ચાર રસ્તા, વૃન્દાવન ચાર રસ્તા, ઉમાં ચાર રસ્તા, કલાદર્શન ચાર રસ્તા થઇ વાધોડીયા રમત સંકુલ ખાતે પૂર્ણ થશે.
વધુ માહીતી માટે આપેલ નંબર પર સંપર્ક સાધવો. ૧ ) અજય ઇગલે, સેક્રેટરી, વડોદરા સાઈકલીંગ અસોશીએશન, વડોદરા- મો.નં. ૭૭૭૮૯૦૭૧૧૩ ૨ ) શ્રી જયેશ ભાલાવાલા, સીનીયર કોચ, વડોદરા- મો.નં. ૯૮૨૪૨૬૨૧૬૪