સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે સ્વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી

મોડાસા, સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ૭૫માં સ્વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી જિલ્લા પંચાયતના
પ્રમુખ ધીરજભાઇ પટેલના વરદહસ્તે સંગીતની સુરાવલીઓ સાથે અને આન, બાન અને શાન સાથે ત્રિરંગો ધ્વજ લહેરાવી સલામી આપી કરવામાં આવી હતી.
આ પર્વની ઉજવણી. પ્રસંગે જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
જેમાં શિક્ષણ સમિતી ચેરમેન શ્રીમતી રમીલાબેન પટેલ , આરોગ્ય સમિતિ ચેરમેન શંકરભાઇ બેગડીયા, ખેત ઉત્પાદન સમિતિ ચેરમેન હિતેંદ્રસિંહ ચૌહાણ , જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અમરુસિંહ પરમાર, જિલ્લા પંચાયત દંડક શ્રી ધીરેનભાઇ અસારી, ઇ.ચા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી,વી.કે. પટેલ તથા જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.