પેટલાદમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

રૂટ્સ ફાઉન્ડેશન આણંદ તથા યુનિટી ગ્રુપ પેટલાદના સંયુક્ત ઉપક્રમે પેટલાદ શ્રી દશા દિશાવાળ વણિક જ્ઞાતિની વાડીમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં પેટલાદના નગરજનો ને રૂટ્સ ફાઉન્ડેશનની મેડિકલ ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું. જેમાં ચામડીના દરેક પ્રકારના રોગ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ તપાસ તથા જરૂરિયાત દવાઓ પણ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી.