સાબરમતી નદીમાં ક્રુઝ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બની

(તસવીરઃ જયેશ મોદી) અમદાવાદ (Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ પર એક નવું આકર્ષણ ઉમેરાયું છે. – એક રિવર ક્રુઝ (RIVER CRUISE). આ સેવામાં મુલાકાતીઓને સાબરમતી (Sabarmati) નદી પર ક્રુઝ બોટ પર 20 મિનિટ વિતાવવાની તક મળશે. ક્રુઝ પરથી લોકો શહેરની વચ્ચે વચ સાબરમતી નદી પરથી આખા અમદાવાદનો એક અદ્ભૂત નજારો માણી શકશે.
રવિવારના દિવસે રજા હોવાથી તેમજ 15 મી ઓગસ્ટ હોવાથી ક્રુઝ પર ધ્વજ લગાવવામા આવ્યો હતો અને રંગબેરંગી ફુગ્ગાઓથી ક્રુઝને સજાવવામાં આવી હતી.