Western Times News

Gujarati News

સંજેલી સેવાસદન ખાતે તાલુકા કક્ષાના ૭૫ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ) સંજેલી સેવા સદન ખાતે તાલુકાકક્ષાની સ્વાતંત્ર દિનની ઊજવણી કરવામાં આવી  મામલતદારે ધ્વજવંદન લહેરાવી તિરંગાને સલામી આપી

સંજેલી તાલુકામાં સેવાસદન ખાતે  તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સંજેલી મામલતદાર પી આઈ પટેલે ૯.કલાકે ધ્વજવંદન ફરકાવી તિરંગાને સલામી આપી હતી તેમજ તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળા ઓ અને પંચાયતો  સહિત ઠેર-ઠેર સ્વતંત્રતા પર્વની ની ઉજવણી કરવામાં આવી.

તાલુકા કુમાર શાળા ખાતે ૮.૧૫ કલાકે સંજેલી સરપંચ કિરણ રાવત ના હસ્તે ધ્વજવંદન ફરકરવામાં આવ્યો હતો આમ પંદર મી ઓગસ્ટને રવિવારના રોજ તાલુકામાં ઠેર-ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એસ કે ગાવિત તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઇ સંગાડા પીએસઆઈ એસ એમ લાસણ ના.

મામલતદાર સુજલ ચૌધરી બી એસ સોલંકી તેજસ અમલીયા વર્ષાબેન પટેલ આર એમ સોલંકી આર કે ચૌહાણ સીઆરસી બીઆરસી અને શિક્ષક મિત્રો તાલુકા સભ્યો અને ગામના આગેવાનો તેમજ તાલુકા કર્મચારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં ધ્વજવંદન બાદ  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.