ભારતી સિંહની હરકતથી પતિ હર્ષ નારાજ થયો
ઈન્ડિયન આઈડલના ફિનાલે એપિસોડમાં ભારતીએ સાયલી કાંબલેના પિતા સાથે ફર્લ્ટ કરતા હર્ષ નારાજ
મુંબઈ, આખરે દસ મહિના બાદ ઈન્ડિયન આઈડલ ૧૨ની જર્નીનો અંત આવ્યો. સિંગિંગ રિયાલિટી શોને ૧૫મી ઓગસ્ટે તેનો વિનર મળી ગયો. પવનદીપ રાજનને આ સીઝનની ટ્રોફી તેમજ ૨૫ લાખ રૂપિયાની ઈનામી રકમ મળી. ૧૫મી ઓગસ્ટે બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ટોપ-૬ ફાઈનાલિસ્ટ, શોના જજ તેમજ મહેમાન બનેલા સેલેબ્સે ખૂબ મસ્તી કરી હતી. ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેનો એપિસોડ લાંબો હોવાથી આદિત્ય નારાયણની સાથે જય ભાનુશાળી પર હોસ્ટ તરીકે જાેડાયો હતો તો કોમેડી દુનિયામાં જાણીતી ભારતી સિંહ પણ પતિ હર્ષ લિંબાચિયા સાથે આવી હતી.
આ દરમિયાન તેણે ખૂબ મસ્તી કરી હતી અને બધાને પેટ પકડીને હસાવ્યા હતા. જાે કે, ભારતી સિંહની હરકતથી હર્ષ નારાજ થઈ ગયો હતો. ઈન્ડિયન આઈડલ ૧૨ ફિનાલે દરમિયાન ભારતી સિંહ સાયલી કાંબલેના પિતા સાથે ફ્લર્ટ કરી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, આદિત્ય નારાયણ જાહેરાત કરે છે કે ‘ફિરંગી મહારાણી ન માત્ર ભારત આવી ચૂકી છે પરંતુ ઈન્ડિય આઈડલ ૧૨ના સ્ટેજ પર પણ આવી છે’. આ ફિરંગી મહારાણી બીજી કોઈ નહીં પરંતુ ભારતી સિંહ હોય છે. ભારતી સિંહને જાેતા જ સાયલી કાંબલેની મમ્મીના ચહેરા પરના હાવભાવ બદલાઈ જાય છે તો બીજી તરફ તેના પિતા ખુશ થઈ જાય છે.
સાયલીના પિતા ભારતી સુંદર લાગી રહી હોવાનો ઈશારો કરે છે. હિમેશ રેશમિયા કહે છે ‘આ ફિરંગી મહારાણી નહીં પરંતુ ભારતી સિંહ છે’ તો ભારતી કહે છે ‘મેં તો સાંભળ્યું હતું કે અહીંયા હિમેશ રેશમિયા આવવાનો છે આ નાનું બાળક કોણ બોલી રહ્યું છે’. બાદમાં તે સાયલીના પિતા સામે જાેઈને કહે છે ‘ઓહ માય ગોડ મારી ચોકલેટ કેક અહીંયા પડી છે.
ચોકલેટ કેક પીગળીને નીચે પડી જાય અને વાઈપરથી ભેગી કરીને કાંબલેજી બનાવવા પડે તે પહેલા કમ બેબી, હગ મી’. સાયલીના પિતા ભારતીને ફ્લાઈંગ કિસ આપે છે. ભારતી સિંહ સાયલીના પિતાના કપાળ પર કિસ કરે છે, આ જાેઈને તેની મમ્મી બંનેને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
જય ભાનુશાળી મજાકમાં કહે છે ‘કાંબલેજી થોડી બ્યૂટી જાેઈ તો ડ્યૂટી ભૂલી ગયા’. આ દરમિયાન હર્ષ આવે છે અને કહે છે ‘કેમ બીજાના લગ્ન તોડી રહી છે જાે તો઼ડવા જ હોય તો મારી સાથેનો સંબંધ તોડ. આ લોકોને કેમ અલગ કરે છે?