અમદાવાદ મંડળ પર 75 મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 75 મો સ્વતંત્રતા દિવસ “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો.
મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર મુખ્ય કાર્યક્રમ, મંડળ કાર્યાલય પર યોજાયો હતો જેમાં મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું તથા વરિષ્ઠ સુરક્ષા આયુક્ત શ્રી સૈયદ સરફરાજ અહેમદ ના નેતૃત્વમાં રેલ સુરક્ષા બલ અને સ્કાઉટ તથા ગાઈડ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું
તથા પરેડની સલામી લેવામાં આવી અને મહાપ્રબંધક પશ્ચિમ રેલવે શ્રી આલોક કંસલનું સંદેશ વાંચન કરવામાં આવ્યું તથા ઉત્કૃષ્ટ કાર્ય કરવા વાળા 29 રેલવે કર્મચારીઓને મેડલ અને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા દેશભક્તિ કાર્યક્રમની પ્રસ્તુતિ આપવામાં આવી.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ના અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈન દ્વારા ગંભીર બીમારીઓથી પીડિત રેલવે કર્મચારીઓને આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવી.કોરોના મહામારી થી લડી રહેલા પરિવારની મદદ માટે અમદાવાદ મંડળ યાંત્રિક વિભાગ તરફથી વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર શ્રી અભિષેક કુમાર સિંહના નેતૃત્વમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સંગ્રહ કરીને ડીઆરએમ શ્રી જૈન દ્વારા 02 એન.જી.ઓ.ના પ્રતિનિધિઓને સોંપવામાં આવી, જેનું તેમના દ્વારા જરૂરિયાતમંદ લોકોની સહાયતા માટે વિતરણ કરવામાં આવશે.
મંડળ કાર્યાલય ઉપરાંત મંડળના મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, વિરમગામ, સામખિયાલી, ભુજ અને મંડળ ચિકિત્સાલય સાબરમતી અમદાવાદ, કાંકરીયા તથા સાબરમતી કોચિંગ ડીપો, વટવા અને સાબરમતી ડીઝલ શેડ સહિત અન્ય સ્ટેશનો પર પણ સ્વતંત્રતા દિવસ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો.
સ્વતંત્રતા દિવસના પર્વ પર કાર્મિક વિભાગ દ્વારા કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી પર “આત્મનિર્ભર ભારત” વિષય પર હિન્દી નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું સફળ સંચાલન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનીલ કુમાર બિશનોઈ ના માર્ગદર્શનમાં કર્મચારી કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું, કાર્યક્રમના અંતમાં મંડળ કાર્મિક અધિકારી શ્રી કમલેશ ભટ્ટ દ્વારા સર્વ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.