ભારતમાં એક દિવસમાં કુલ ૩૨, ૯૩૭ કોરોનાના નવા કેસ નોંધાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/corona1-4.jpg)
નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના મામલા પર સતત નિયંત્રણની સ્થિતિ બનેલી છે. સોમવારે ભારતમાં એક દિવસમાં કુલ ૩૨, ૯૩૭ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક દિવસમાં ૪૧૭ લોકોના મોત થયા છે. આ આંકડાની સાથે કોરોનાથી મરનારાની સંખ્યા હવે ૪, ૩૧, ૬૪૨ થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસોના કુલ ટકાથી હવે ૧.૧૮ ટકા રહી ગયા છે. જે મોર્ચો ૨૦૨૦ બાદ સૌથી નીચલા સ્તર પર છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ૧૪૫ દિવસમાં સૌથી ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોરોના સંક્રમિત મામલા ૩, ૮૧, ૯૪૭ છે.
એટલું જ નહીં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો માર્ચ ૨૦૨૦ બાદ પહેલી વાર કોરોનાનો રિકવરી રેટ ૯૭.૪૮ ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં ૩, ૧૪,૧૧૯૨ લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. ગત એક દિવસમાં લગભગ ૩૬ હજાર લોકોએ સંક્રમણને હરાવ્યા છે.
એટલું જ નહીં વીકલી પોઝિટિવિટી હવે ૨.૦૧ ટકા પર આવી છે અને આવનારા દિવસોમાં હવે આનાથી પણ ઓછી આવવાની આશા છે.
ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો એ પણ ૨.૭૯ ટકા છે. અત્યાર સુધી દેશમાં ૫૪ કરોડથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા છે. એક તરફ નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ રસીકરણની સ્પીડમાં વધારો સંક્રમણથી મોટી રાહત આપી છે. કોરોનાના નવા કેસની સ્પીડ ભારતમાં ગત ૨ મહનાથી સતત કાબૂમામ છે. નવા કેસોની સંખ્યા ૫૦ હજારથી ઓછી બનેલી છે. જે મોટી રાહતના સંકેત છે.HS