બાબા રામદેવની કંપનીની ગતિ બજારમાં મંદ પડી રહી છે

મુંબઇ, ૧ એપ્રિલથી નવા ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. આ નવા ફાઇનાન્શિયલ વર્ષમાં યોગ ગુરુ બાબા રામદેવની કંપની સોયા પોતાના જૂના રંગમાં દેખાઈ રહી નથી. આ કારણે રોકાણકારોને પણ નુકસાન થયું છે. લગભગ ૧૪ મહિના પહેલા રુચિ સોયાનો શેર ભાવ ૧,૫૩૫ રૂપિયાના સ્તર પર હતો, જે હવે ૧૧૨૮ રૂપિયાના સ્તર પર છે. તેનો અર્થ એ થયો કે ૧૪ મહિનાની અંદર શેર ભાવ ઘણો ઓછો થઈ ચૂક્યો છે. છેલ્લા ૩ મહિનાની વાત કરીએ તો રુચિ સોયાના શેર ભાવમાં મોટો ઉતાર-ચડાવ જાેવા મળ્યો છે.
જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પ્રતિ શેરનો ભાવ ૬૦૦ રૂપિયાથી ૭૫૦ વચ્ચે રહ્યો છે. આ દરમિયાન રુચિ સોયાએ રોકાણકારો સાથે જાેડાયેલી કેટલીક મહત્ત્વની જાણકારી આપી છે. બીએસઇ ને આપવામાં આવેલી જાણકારીમાં રુચિ સોયા તરફથી જણાવવામાં આવ્યું છે કે ત્રણ મહિના એટલે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે રોકાણકારોની કુલ ૧૩ ફરિયાદો આવી છે. આ ફરિયાદોમાંથી ૧૨ ફરિયાદોનું સમાધાન કરી દેવામાં આવ્યું છે, જ્યારે એકમાત્ર સમસ્યાનું સમાધાન નીકળી શક્યું નથી.
આ જાણકારી પર રુચિ સોયાના સેક્રેટરી અને અનુપાલન અધિકારી રામજી લાલ ગુપ્તાની સાઇન પણ છે. તમને જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના નાના ભાઈ રામ ભરત સિવાય નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ રુચિ સોયાના નિર્દેશક મંડળમાં સામેલ છે. ભરતને વર્ષીય એક રૂપિયાની સેલેરી આપવામાં આવે છે. એ સિવાય આચાર્ય બાલકૃષ્ણને પણ વાર્ષિક એક રૂપિયાની સેલેરી આપવામાં આવે છે. તેમના સિવાય ગિરીશ કુમાર આહુજા, જ્ઞાન સુધા મિશ્રા અને તેજેન્દ્ર મોહન ભસીનની સ્વતંત્ર નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રુચિ સોયા પાસે ખાદ્ય બ્રાન્ડ ન્યૂટ્રીલાનું સ્વામિત્ત્વ છે. વર્ષ ૨૦૧૯મા પતંજલિ આયુર્વેદે ૪,૩૫૦ કરોડ રૂપિયામાં રુચિ સોયાનું અધિગ્રહણ કર્યું હતું. આ અધિગ્રહણ બાદ રુચિ સોયાના શેરમાં ખૂબ વધારો જાેવા મળ્યો હતો. આ દરમિયાન રુચિ સોયાના શેર ૧૫૦૦ રૂપિયાના ભાવને સ્પર્શી લીધો હતો. જાેકે ગયા વર્ષના છેલ્લા મહિનાઓથી ઘટાડાનો સિલસિલો શરૂ થયો, એ હવે ૭૦૦ રૂપિયાના સ્તર પર આવી ચૂક્યો છે.HS