કોઈ પણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી: નીતીન પટેલ

ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનનો બીજાે ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ બાદ આજે નીતિન પટેલે બીજાે ડોઝ લીધો હતો. પ્રથમ ડોઝ ૫ માર્ચના રોજ લીધો હતો. ૨૪ એપ્રિલના રોજ નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. તબીબોની સલાહ બાદ આજે વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો.
રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનો નાયબ મુખ્યમંત્રીનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, અનેક તકેદારી રાખવા છતાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું. વેકસીનનો બીજાે ડોઝ લેવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ વાતનો સ્વીકાર કર્યો કે કોઈ પણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.
સરકારની ૫ વર્ષની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે અમે પણ એ બાબતનું ધ્યાન રાખ્યું હતું કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય, જે બાદ છેલ્લા અનેક સમયથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી તે નિંદનીય બાબત છે. કોરોના પૂર્ણ થયા બાદ જનરલ ઓપીડીમાં પણ વધારો થયો છે. મંદિર પણ હાલ શ્રાવણ માસમાં શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં સતત જાગૃતિ માટે પ્રદેશ અધ્યક્ષ પણ સતત ટકોર કર્યા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી સરકારની ચિંતામાં વધારો કરનાર બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે, આટલું માર્ગદર્શન આપ્યા બાદ હજી જે લોકો વેકસીન લેવા નથી માંગતા. ગેરમાર્ગે દોરેલા લોકો માટે સરકારનો કોઈ વાંક નથી. કોઈ પણ વ્યક્તિ માટે બહાનું ચલાવવામાં નહિ આવે. મારી વેકસીન લેવાથી સલામતી વધી છે. બીજા કાર્યકર્તાઓ અને કર્મચારીઓ ઓફિસમાં મળે તો તેમની સલામતી વધે છે.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વેકસીન આપવાનું કામ ચાલી રહ્યું છે. દરરોજ ૬ લાખ લોકોને ડોઝ અપાઈ રહ્યા છે. ગુજરાતમાં કાલે દેશમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આપણે ૪ કરોડ લોકોને વેકસીનના પહેલા અને બીજા ડોઝ અપાયા છે. આરોગ્યવિભાગના તમામ સ્ટાફને અભિનંદન આપું છું. વેકસીનેશનનું કામ સતત રજા વગર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ સેન્ટર ઉપર વેકસીન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પણ ભારત સરકાર દ્વારા વધુ જથ્થો મળે તેના માટે પ્રયત્નશીલ છે. મનસુખ માંડવીયાને હું પણ વિનંતી કરું છું કે વધુમાં વધુ ડોઝ મળે.HS