ગેમનો ટાસ્ક પુરો કરવા ૧૬ વર્ષીય કિશોરીનો લેડિઝના કપડા પહેરી આપઘાત
ઉના, ગીર સોમનાથ જિલ્લામાં એક ૧૬ વર્ષીય કિશોરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઉનાના સાજણ નગરમાં રહેતા ૧૬ વર્ષીય યુવાને મોબાઈલ ગેમના રવાડે ચડી ગળા ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની વિગતો બહાર આવી છે. ૧૬ વર્ષીય કિશોરે ઘરના રુમમા લેડીસ પહેરવેશ પહેરી ગળાં ફાંસો ખાધો હતો.
ગેમના લેવલ પ્રમાણે લેડીસ પહેરવેસ પહેર્યો હોવાની પરીવારને આશંકા છે. કિશોર નંદવાણામાં ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. કિશોર અભ્યાસમાં અવલ હતો. ૧૬ વર્ષીય કિશોરે મોબાઈલ ગેમે ભોગ લીધો હોવાની ઘટનાથી વાલીઓએ ચેતવું જાેઇએ. જાે તમે તમારા બાળકનું ધ્યાન નહીં રાખો તો આવી ઘટનાનો શિકાર બનવું પડી શકે છે.HS