ભારતમાં અફઘાન દૂતાવાસનું ટિ્વટર એકાઉન્ટ હેક થયું

નવી દિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનના સંપૂર્ણ કબ્જા બાદ લોકોમાં દહેશતનો માહોલ છે. કેટલાક દેશોએ પોતાના નાગરિકોને સુરક્ષિત નીકાળવા માટે એર લિફ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ તમામની વચ્ચે ભારત સ્થિત અફઘાન દૂતાવાસનુ ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયુ છે.
આ વાતની પુષ્ટિ દૂતાવાસના પ્રેસ સચિવ અબ્દુલહક આઝાદે કરી છે. તેમણે કહ્યુ કે મે લોગ ઈન કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આને એક્સેસ કરી શકતો નથી. તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે હુ ભારત સ્થિત અફઘાન દૂતાવાસના ટ્વીટર હેન્ડલ સુધીની પહોંચ ખોઈ બેસ્યો છુ. એક મિત્રએ મને આ ટ્વીટનો સ્ક્રીનશૉટ મોકલ્યો છે. મે લોગ ઈન કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આને એક્સેસ કરી શકતો નથી એવુ લાગે છે કે આને હેક કરી લેવાયુ છે.
એકાઉન્ટ હેક થયા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીના નામે સંદેશ આપ્યો છે જેમાં તેમણે ખૂબ ખરી-ખોટી સંભળાવી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યુ હતુ કે અમે તમામ દિવાલમાં પોતાનુ માથુ અથડાવી રહ્યા છીએ. અશરફ ગની પોતાના ગુંડાની સાથે ભાગી ગયા છે. તેમણે તમામ બરબાદ કરી દીધુ છે. અમે તમામની માફી માંગીએ છીએ કે અમે આટલા ખરાબ વ્યક્તિની સેવા કરી. અલ્લાહ આવા ગદ્દારને સજા આપે. તેમની વિરાસત અમારા ઈતિહાસ પર કલંક હશે.
દેશ છોડ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યુ કે લોહીની નદીઓ વહેવાની જગ્યાએ મે વિચાર્યુ કે દેશમાંથી બહાર જવુ જ ઠીક છે. તાલિબાને તલવાર અને બંદૂકોના દમ પર જીત મેળવી છે અને હવે તે દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર રહેશે. ઈતિહાસે આવી શક્તિઓને ક્યારેય અપનાવી નથી.
ગનીએ આગળના નિવેદનમાં કહ્યુ કે તાલિબાન માટે આવશ્યક છે કે તેઓ અફઘાનિસ્તાનના તમામ લોકો, રાષ્ટ્રો, વિભિન્ન ક્ષેત્રો, બહેનો અને મહિલાઓને માન્યતા અને લોકોનુ દિલ જીતવાનુ આશ્વાસન આપે અને તેઓ જનતાની સાથે મળીને એક સ્પષ્ટ યોજના બનાવે. હુ હંમેશા પોતાના દેશની સેવા કરતો રહીશ. અફઘાનિસ્તાન પર તાલિબાનના સંપૂર્ણ કબજાની સાથે જ નવા રાષ્ટ્રપતિના નામને લઈને પણ અટકળો લગાવાઈ છે. એક ન્યુઝ ચેનલ અનુસાર તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદરને અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવાની સંભાવના છે.
અફઘાનિસ્તાન પર ૨૦ વર્ષ બાદ એક વાર ફરી તાલિબાનનો કબ્જાે થઈ ગયો છે. તેણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર પણ કબ્જાે જમાવી લીધો છે. અહીં સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે.SSS