રાજ્યના દરેક નાગરિકે વેક્સિન લેવી પડશે: નીતિન પટેલ
ગાંધીનગર, હાલ રાજ્યમાં કોરોનાની લહેર શાંત થઇ છે પરંતુ લોકો રસી પ્રત્યે જગૃત થતા દેખાય રહ્યા છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો. નોંધનીય છે કે, નીતિન પટેલે પ્રથમ ડોઝ ૫ માર્ચના રોજ લીધો હતો. ૨૪ એપ્રિલના રોજ નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. તબીબોની સલાહ બાદ આજે ૧૬ ઓગસ્ટે વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો. રસી લઇને નાયબ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, અનેક તકેદારી રાખવા છતાં કોઈપણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી. સરકારની ૫ વર્ષની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે અમે પણ એ બાબતનું ધ્યાન રાખ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે. જે બાદ છેલ્લા અનેક સમયથી સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતું નથી તે નિંદનીય બાબત છે. તેમણે આગળ જણાવ્યું કે, કોરોના પૂર્ણ થયા બાદ જનરલ ઓપીડીમાં પણ વધારો થયો છે. મંદિર પણ હાલ શ્રાવણ માસમાં શરૂ કરવામાં આવ્યા છે.
ત્યાં પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં સતત જાગૃતિ માટે પ્રદેશ અધ્યક્ષ પણ સતત ટકોર કર્યા બાદ પણ અંતર ન જળવાતું હોવાથી સરકારની ચિંતામાં વધારો કરનાર બાબત છે. તેમણે જણાવ્યું હતું કે, આટલું માર્ગદર્શન આપ્યા બાદ હજી જે લોકો વેકસીન લેવા નથી માંગતા. ગેરમાર્ગે દોરેલા લોકો માટે સરકારનો કોઈ વાંક નથી. કોઈ પણ વ્યક્તિ માટે બહાનું ચલાવવામાં નહિ આવે. મારી વેકસીન લેવાથી સલામતી વધી છે. બીજા કાર્યકર્તાઓ અને કર્મચારીઓ ઓફિસમાં મળે તો તેમની સલામતી વધે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરેરાશ છ લાખ ડોઝ આવે છે અને જુદા જુદ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. દસ લાખની વસ્તીએ ગુજરાત પ્રથમ ક્રમ ઉપર છે. કેરળ જેવા રાજ્યમાં ૨૫૦૦૦ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં ફક્ત ૨૦ થી ૨૫ કેસ આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિ થાળે પડતા ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં અલગ અલગ રોગની સારવાર માટે આવે છે.SSS