વરસાદ ખેંચાતા સોના-ચાંદીના બજારના વેપારીઓ ફિકરમાં

ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ધરાકી ઘટે એવા એંધાણઃધંધો ૩૦ ટકાની આસપાસ ફરી રહ્યો હોવાનું તારણ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની સામે વિશ્વ આખુ લડાઈ લડી રહ્યુ છે. લાખો લોકોના મૃત્યુ થયા છે તો કરોડો લોકો કોરોનાગ્રસ્ત થઈને સારવાર લીધી છે.
કોરોના લોકડાઉન અને ત્યારપછીની સ્થિતિના સંદર્ભમાં વાત કરીએ તો એક તરફ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો બીજી તરફ આર્થિક રીતે નોકરી-ધંધા- વ્યવસાય અસર પામ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ. પ્રથમ અને બીજી લહેરમાં અનુક્રમેે આર્થિક નુકશાન થયુ તો મોટી સંખ્યામાં નાગરીકોએ જીવ પણ ગુમાવ્યા છે.
કોરોનાની મહામારીને જાેતા કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ અને વેક્સિનની કામગીરીને ઝડપી બનાવી. આજે વેક્સિનેશનની કામગીરી, લોકજાગૃતિ સહિતના કારણોને લઈને કોરોનાના કેસ ઘટ્યા છેે. ધંધા-પાણી ધીમે ધીમે ખુલ્યા છે. જનજીવન ધબકતુ થયુ છે. ખાસ તો ધંધા-રોજગાર તથા નોકરીઓમાં કામકાજ શરૂ થયા છે. પરિણામે બજારમાં ખરીદી માટે ભીડ જાેવા મળી રહી છે.
છેલ્લા એક-બે મહિનાથી ઓવરઓલ તમામ બજારોમાં ૩૦ થી પ૦ ટકાની આસપાસ ધરાકી નીકળી છે. જાે કે અમુક બજાર તેમાંથી હજુ પણ અપવાદ હોઈ શકે છે. પરંતુ ખાણીપીણી બજારમાં સૌથી વધારે તેજી જાેવા મળી રહી છે. તેનો અંદાજ શનિવાર-રવિવારે ભીડ પરથી આવી શકે છે.
જાે કે સોના-ચાંદી બજારની હાલતમાં કોઈ ઝાઝો સુધારો જાેવા નથી મળ્યો. માર્કેટ હજુ ૩૦ ટકાની આસપાસ ફરી રહ્યુ છે. લગ્નપ્રસંગો આવતા જ સોના-ચાંદીની ખરીદી થતી હોય છે. પરંતુ કોરોનાને કારણે ધંધા-પાણી અત્યાર સુધી ઠપ્પ હતા. વળી, સામાન્ય મધ્યમવર્ગના લોકોને પોતાના રોજીંદા ખર્ચ માટે બચત વાપરવી પડે એવા દિવસો આવ્યા હતા.
આને કારણે જ સોના-ચાંદીની ખરીદીને ગ્રહણ લાગ્યુ હતુ. સારો વરસાદ આવે અને ખેતઉત્પાદન સારૂ થાય તો ગ્રામ્ય વિસ્તારમાંથી સોના-ચાંદીની ખરીદી માટે એક મોટો વર્ગ આવતો હતો. પરંતુ ઓગષ્ટ અડધો પૂરો થઈ ગયો હોવા છતાં મેઘરાજાની પધરામણી થઈ નથી.
તેથી ગ્રામ્ય વિસ્તારમાંથી થતી ખરીદી પણ ઘટશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સોના-ચાંદી બજારમાં ધરાકી માત્ર ૩૦ ટકાની આસપાસ જ છે. તહેવારોની મોસનમાં ધરાકી પુષ્કળ જાેવા મળતી હોય છે. પણ ઓગષ્ટ મહિનો શરૂ થયો હોવા છતાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થયો નથી એમ બજારના વર્તુળોનું કહેવુ છે.