આઝાદી મેળવવા કરતા આઝાદી જાળવી રાખવી વધુ પડતી કઠિન હોય છે
ગુજરાત હાઇકોર્ટમાં ૧૫ મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીનું પર્વ મનાવે છે પરંતુ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ ના નેતૃત્વ હેઠળ કાર્યરત ન્યાયાધીશો લોકો ની આઝાદી, બંધારણીય મૂલ્યો અને માનવ અધિકારની અવિરત રક્ષા કરે છે!
તસવીર ગુજરાત હાઇકોર્ટ ના પટાંગણમાં લહેરાતા રાષ્ટ્રધ્વજની છે જ્યારે બીજી ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમનાથની છે જેઓ ૧૫મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તથા મહાત્મા ગાંધીને સુતરની આંટી પહેરાવીને રાષ્ટ્રની મહામૂલી આઝાદી અને લોકશાહીના મૂલ્યોનું ગૌરવ વધારવા અને રખેવાળી કરવાનો સંદેશો આપે છે!
એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટે લોકોની આઝાદીની બંધારણીય લોકશાહીની અને માનવ અધિકારની અવિરત રખેવાળી કરી છે! અને આજે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો એ આ પરંપરાને આગળ વધારીને ‘તિરંગાની શાન’ આગળ વધારી છે અનેક પડકારો વચ્ચે ન્યાયતંત્રની ગરિમા જાળવી અને લોકોની આઝાદીની રક્ષા કરવી એ બંને કામ નો સમન્વય કરી આગળ વધારવું એ આજના યુગમાં ઘણી મોટી વાત છે!
સંનિષ્ઠ, નીડર અને સક્ષમ ન્યાયાધીશોને લઇને ગુજરાતના પ્રત્યેક નાગરિકની આઝાદી સલામત છે ૧૫મી ઓગસ્ટના આઝાદી ની પુનિત પર્વે તમામ ન્યાયાધીશોને સલામ ! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
અમેરિકાના પ્રમુખ એડલાઈ ઇ સ્ટિવનસે સરસ કહ્યું છે કે “ભૂખ્યો માનવી આઝાદ ના કહેવાય”!! જ્યારે અમેરિકાના જ્હોન સી.કોહલોને કહ્યું છે કે “આઝાદી મેળવવા કરતા જાળવી રાખવી વધુ કઠિન છે”!!
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતે આઝાદી મેળવી અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું પોતાનું સાર્વભૌમત્વ ધરાવતું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ૧૫ ઓગસ્ટનો દિવસ આઝાદીના પર્વ તરીકે ઊજવાય છે આજે દેશ આઝાદ થયે ૭૪ વર્ષ થયા છે
પરંતુ દેશના લોકોને ગરીબી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, આતંકવાદ અને ગુંડારાજમાંથી આઝાદી મળી નથી! ત્યારે આ દરેક સમસ્યામાં જાે કોઈ સંસ્થાએ ભારતીય લોકશાહીમાં આસ્થા ટકાવી રાખી હોય તો એ ભારતનું ન્યાયતંત્ર છે! ગુજરાત હાઇકોર્ટમાં દર વર્ષે ૧૫મી ઓગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન નું સુંદર આયોજન કરાય છે કોરોના મહામારી વચ્ચે લોકોને જીવંત ન્યાય આપી ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો તો રોજ ૧૫ મી ઓગસ્ટ મનાવે છે!