આરોપીનુ કબુલાતનામુ એ ગુનાની સજા કરવા માટેનો પુરાવો નથી!
સારુ દિમાગ હોવું પૂરતું નથી તેનો ઉપયોગ કરતાં પણ આવડવું જાેઈએ!
આરોપીનુ કબુલાત નામુ એ ગુનાની સજા કરવા માટે નો પુરાવો નથી! વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર ને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો! અને આરોપીની પૂછપરછ દરમિયાન વિડીયો ઓડિયો રેકોર્ડિંગ ફરજિયાત કરવા આદેશ આપતા ૧૩૫૬૫ કેસોનો નિકાલ કરી જસ્ટીસ શ્રી રોહિગ્ટન એફ. નરીમાન સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા!
જાણીતા ગણિતશાસ્ત્રી આર્કિમીડીઝ એ કહ્યું છે કે ‘‘મને ઊભા રહેવાની તક આપો હું આખી પૃથ્વીને હલાવી નાખીશ’’!! ફ્રેંચ આધુનિક તત્વજ્ઞાની એ કહ્યું છે કે ‘‘સારુ દિમાગ હોવું પૂરતું નથી એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતાં પણ આવડવું જાેઈએ’’!! ભારતની સુપ્રીમ કોર્ટના વિદ્વાન અને કાર્યક્ષમ વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી આર. એફ. નરીમાન સુપ્રીમ કોર્ટમાં અનેક યાદગાર
અને ઐતિહાસિક ચુકાદા આપી નિવૃત થતા તેમને ન્યાયક્ષેત્રના કર્મશીલો, વકીલ મંડળો અને અગ્રણી ધારાશાસ્ત્રીઓ એ તેમની સેવાઓને બિરદાવી અભિનંદન સાથે શુભકામના સમર્પિત કરી છે જેની નોંધ વેસ્ટર્ન ટાઈમ્સ અખબાર પણ લે છે!!
ન્યાયિક સંસ્થાના સિદ્ધાંતનિષ્ઠ રક્ષક અને સિંહત્વ પ્રતિભા ધરાવનાર ની સુપ્રીમ કોર્ટ ને ખોટ પડી છે – ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમના
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે તો ડાબી બાજુની તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન.વી રમનાની છે જ્યારે જમણી બાજુ ની તસ્વીર સુપ્રીમકોર્ટમાં ઐતિહાસિક યાદગાર ચુકાદો આપી નિવૃત્ત થયેલા વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી આર.એફ. નરીમાન ની છે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અને કર્મશીલ જસ્ટીસ શ્રી રોહિગ્ટન ફ્લી. નરીમાન છે
જેઓ ૧૯૯૩માં વરિષ્ઠ વકીલ તરીકે અને સુપ્રીમ કોર્ટમાં તેમની વકીલ તરીકે સીધી જ નિયુક્તિ થઈ હતી અને તેમણે ૧૩૫૬૩ કેસોનો નિકાલ કર્યો હતો જસ્ટિસ શ્રી રોહિગ્ટન ફ્લી નરીમાને મહત્વના ચુકાદા આપ્યા હતા તેમાં (૧) નાર્કોટિક્સ કાયદા હેઠળ લેવાયેલી આરોપીઓની કબૂલાતો ને આધારે આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં!
(૨) આરોપીની પૂછપરછ દરમિયાન તમામ તપાસ એજન્સીઓને વિડીયો અને ઓડીયો કેમેરા લગાવવા આદેશ આપ્યો હતો! (૩) વ્યક્તિગત ગુપ્તાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી હતી! (૪) સબરીમાલા મંદિર માં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલા મંદિરમાં પ્રવેશી શકશે એવો ચુકાદો આપ્યો હતો!
(૫) આઇટી એક્ટ ની કલમ ૬૬એ નાબૂદ કરાતા સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરનાર ની પોલીસ કોઇપણ સંજાેગોમાં ધરપકડ કરી શકતી નથી! જસ્ટિસ શ્રી રોહિગ્ટન ફ્લી નરીમાન ના વિદાય સમારંભમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમના એ ન્યાય સંસ્થા નું સંરક્ષણ કરનારા સિંહત્વ પ્રતિભા ધરાવનાર ની ખોટ પડી છે
સિદ્ધાંતનીષ્ઠ જસ્ટિસ શ્રી આર.એફ.નરીમાન ના વિદાય સમારંભ માં અનેક ન્યાયાધીશો, કાયદાવિદો અને અગ્રણી વકીલો ઉપસ્થિત રહ્યા હતા (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)