Western Times News

Gujarati News

ઈડર નાગરિક સહકારી બેંકના ડીરેકટરોની ચુંટણીનો ધમધમાટ

૪૦ ઉમેદવારી ફોર્મ પૈકી ૮ ફોર્મ પાછા ખેંચાતા હવે ૩ર જેટલા ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહયાં છે.

મોડાસા, સાબરકાંઠા જીલ્લાના સહકરી ક્ષેત્રે અગ્રેસર ગણાતી ઈડર નાગરીક સહકારી બેકના ૧૩ ડિરેકટરો માટેની ચુંટણી તા.ર૮મી ઓગષ્ટના રવીવારાન રોજ યોજાનાર છે. જેમાં ભરાયેલા ૪૦ ઉમેદવારી ફોર્મ પૈકી ૮ ફોર્મ પાછા ખેંચાતા હવે ૩ર જેટલા ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહયાં છે.

ઈડર નગરપાલિકા જેટલી જ રસપ્રદ રહેતી ઈડર નાગરીક સહકારી બેકની ચુંટણીમાં ૧૪ હજાર સભાસદોને રીઝવી સત્તા પ્રાપ્ત કરવા ભાજપની બે પેનલો આમને સામને આવી ગઈ છે. જેમાં નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર અને શહેર અને શહેર ભાજપ પ્રમુખ શશાંક મહેતા સહીતના સીનીયર ભાજપના આગેવાનોની વિકાસ પેનલ અને સામે પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની ભાજપી યુવાનોની જુનીયરની પરીવર્તન પેનલ છે.

ભાજપી યુવાનો સીનીયરો સાથે સાથે બાથ ભીડી રહયાં છે. તેમાં કોગ્રેસની ઈડર નાગરીક બેકના પૂર્વ ચેરમેન ડો.હરીશ ગુર્જર, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, જીલ્લા મહીલા કોગ્રેસના પૂર્વ પ્રમુખ હર્મીલાબેન ગુર્જર વકીલ મુસ્લીમ આગેવાન અબ્દુલ સતાર નાગોરી અને દલીત આગેવાન વિનોર પરમારની મજબુત પેનલ પણ તીવ્ર સ્પર્ધામાં હોઈ આ રસાકસીભરી ચુંટણીમાં કોઈ પરીણામની આગાહી કરી શકાય તેમ નથી.

રાજયકક્ષાનો સ્વાતંત્ર્ય કાર્યક્રમ જુનાગઢ ખાતે યોજાવવાનો છે. આ કાર્યક્રમમાં અરવલ્લી જીલ્લા પોલીસના માઉન્ટેડ વિભાગની દિશા નામની ૧૪ વર્ષીય ઘોડી જુનાગઢમાં કરતબ બતાવવાની છે જે અરવલ્લી જીલ્લા માટે ગૌરવની ક્ષણ છે. આ ૧પમી ઓગષ્ટ રવીવારના રોજ રાજયકક્ષાનો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય કાર્યક્રમ જુનાગઢ ખાતે યોજાશે.

આ ઉજવણીમાં જીલ્લા અરવલ્લી પોલીસની માઉન્ટેડ વિભાગની દિશા નામની ઘોડી ભાગ લેશે. તે માટે દિશા ઘોડી અમદાવાદ થઈ જુનાગઢ પહોચી ગઈ છે. જયાં રિહસલમાં દિશા ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ દિશ ઘોડી ગોલ્ડ મેડાલીસ્ટ છે. નેશનલ લેવલની ગેમ્સમાં તેણે ટેન્ટ પેગીગમાં અગાઉ ગોલ્ડ મેડલ મેળવેલ છે.

દિશા ઘોડી સ્વાતંત્ર્યના દિને જુનાગઢમાં તેના કરતબ બતાવશે. તેને આખો દેશ નિહાળશે. તે અરવલ્લી જીલ્લા પોલીસ માટે ગૌરવની વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.