તહેવાર ટાણે કોવિડ ગાઈડ લાઈનનો ભંગથી સંક્રમણ વધવાની ભીતી
બે મહીના પછી કોરોના પોઝેટીવ કેસથી લોકોમાં ફફડાટ
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, કોરોના મહામારીમાં બીજી લહેરમાં કોવીડ-૧૯ મહામારીનું ભયાનક સ્વરૂપ જાેયા બાદ પણ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લોકો ભાન ભૂલ્યા હોય તેમ બિંદાસ્ત બન્યા છે
મોટા ભાગના વેપારીઓ, ફેરિયાઓ અને લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને તિલાંજલી આપી હોય તેમ બેદરકાર જાેવા મળી રહ્યા છે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે જીલ્લામાં કોરોનાએ પુનઃ પ્રવેશ કરતા કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.
રાજ્યમાં સત્તાધારી પક્ષ સરકારના ૫ વર્ષની ઉજવણીમાં મસ્ત બની હતી બીજીબાજુ કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં વ્યસ્ત હતી
અને આમ આદમી પાર્ટીએ જનસંવેદનાના ઓથ હેઠળ કરેલ મેળાવડા સામે પાલીકા તંત્ર અને પોલીસે રાજકારણીઓ સામે પગલાં ભરવામાં નિષ્ફળ રહેતા લોકો અને વેપારીઓ સામે સરકારી ગાઈડલાઈનનો અમલવારી કરવામાં પાછી પાની કરી રહી હોય તેવા દ્રશ્યો અરવલ્લીમાં સામાન્ય બન્યા છે.
શ્રાવણ માસના તહેવાર પહેલાં મોડાસા શહેર સહીત જીલ્લાની બજારોમાં સેલના ખેલ ચાલુ થયાં છે તેના કારણે સંક્રમણમાં વધારો થાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.વેપારીઓ દર વર્ષે તહેવાર ટાણે સેલનું આયોજન કરી ધંધો બમણો કરતા હોય છે વિવિધ વસ્તુઓના સેલ ચાલી રહ્યાં છે
જેમાં કોવિડની ગાઈડ લાઈનનું ભરપુર ઉલંઘન થઈ રહ્યું છે.કોવિડની ગાઈડ લાઈનના ઉલંઘનના કારણે શહેરમાં ફરીથી સંક્રમણનું સંકટ ઉભું થયું છે રહ્યું છે તકેદારી ન રાખવામા આવે તો ફરીથી કોરોના વિસ્ફોટ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી ?
અરવલ્લી જીલ્લામાં કોરોનાએ આશરે બે મહીના થી વીરામ લેતા રાજકારણીઓ, વેપારીઓ અને લોકોમાં બેફિકરાઈ જાેવા મળી રહી છે. બે મહિનાના લાંબા ગાળા પછી કોરોનાએ દસ્તક દેતા લોકો ફફડી ઉઠ્યા છે જીલ્લામાં ફરીથી બિલ્લી પગે સંક્રમણ વધવા પાછળ રાજકારણીઓ સાથે લોકો પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
રાજકારણીઓ તો પોતાની પ્રસિધ્ધિ માટે કોવિડની ગાઈડ લાઈનનો છડેચોક ભંગ કરી રહ્યાં છે પરંતુ હવે લોકો પણ કોરોના ભુલીને ગાઈડ લાઈનનો ભંગ કરતાં આગામી દિવસોમાં સ્થિતિ બગડે તેવી શક્યતા નકારી શકાતી નથી.
શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારો પણ શરૂ થતાં હોય તે દરમિયાન અનેક જગ્યાએ વિવિધ વસ્તુઓના સેલ શરૂ થાય છે.મોડાસા શહેર સહીત અન્ય તાલુકા મથકોએ વેપારીઓએ તેમની દુકાનોમાં તેમજ કોમર્શિયલ જગ્યાએ સેલના પાટીયા ઝુલી રહ્યાં હોવાથી ખરીદદારોની ભારે ભીડ એકઠી થઇ રહી છે સેલ સિવાય સુખદ અને દુઃખદ પ્રસંગે પણ માનવીઓંનો મેળાવડો જામતો હોવાથી કોરોના સંક્રમણનું સંકટ તોળાઈ રહ્યું છે.