વિદ્યાનગરના NCC ગ્રૂપના કૅડેટસ દ્વારા 72 માં વન મહોત્સવની ઉજવણી

72 માં વન મહોત્સવ નિમિત્તે વિદ્યાનગર ના એન. સી. સી. ગ્રૂપ ના કૅડેટસ, સુણાવ ની વી.બી.એમ. હાઈ સ્કુલ ના પ્રયાંગણ માં છોડ રોપવાના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ માં તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના બી. એસ. સી ડિપાર્ટમેન્ટના અંડર ઓફિસર તરિકે નિમણુંક પામેલ કેડેટ અસલમ ખાને આગળ પડતો ભાગ ભજવી સંસ્થા નું ગૌરવ વધાર્યું હતું. આ સંદર્ભે કોલેજ ના આચાર્યશ્રી ડો. સંજય ટેલર અને શૈક્ષણિક સ્ટાફ એ તેને ઉત્સાહ ભેર ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ સર, સેક્રેટરી શ્રી શિતલભાઈ પટેલ સર તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ સર, ધર્મેશ પટેલ સર, વિકાસ પટેલ સર, બ્રિજેશ પટેલ સર, ભાવિન પટેલ સર એ અભિનંદન પાઠવ્યા હતા.