Western Times News

Gujarati News

એનએસસીએન-આઇએમના નેતા મુઈવાના સહયોગીની સંપત્તિ જપ્ત

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) કહ્યું કે તેણે મની લોન્ડરિંગ કેસમાંએનએસસીએન-આઇએમ નેતા ટી મુવીયાની નજીક માનવામાં આવતા એક સહયોગી તેમજ અન્ય એકની ૬.૮૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. નેશનલિસ્ટ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ પ્રતિબંધિત નગા સંગઠન છે અને એનએસસીએન-આઇએમ તેના મહામંત્રી છે. આ સંગઠન હાલમાં કેન્દ્ર સરકાર સાથે શાંતિ મંત્રણા કરી રહ્યું છે.

ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બેંક બચત, મ્યુચ્યુઅલ ફંડ અને અમુક વીમા પ્રોડક્ટ્‌સને જપ્ત કરવા માટે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ સંપતી સંગઠનના સ્વયંભૂ કર્નલ અને ખજાનચી રાયીલુંગ નસારંગબે તેમની પત્ની રૂથ ચવાંગ અને ટી મુઈવાના સચિવ અપમ મુઈવાના નામે હતી. ગયા વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તેમની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડીએ દાવો કર્યો છે કે રાયલુંગ દ્વારા મોટી રકમ એકઠી કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં જણાવ્યું હતું કે તેણે બિલ્ડિંગનું નિર્માણ કરતા યુનિટેક ગ્રુપ તેના પ્રમોટરો સંજય ચંદ્રા અને અજય ચંદ્રા સામે મની લોન્ડરિંગ કેસની તપાસમાં લંડન સ્થિત ૫૮.૬૧ કરોડની કિંમતની એક હોટલ પણ જપ્ત કરી છે.‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ નામે ઓળખાતી આ હોટલની માલિકી ઈબોર્નશોર્ન લિમિટેડ નામની કંપની પાસેે છે. જે કેર્નૌસ્ટી ગ્રુપની બ્રિટેન સ્થિત સહાયક કંપની છે.

એજન્સીએ અહીં એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ઘર ખરીદનારાઓના ૩૨૫ કરોડ રૂપિયા કાર્નાસ્ટી ગ્રુપને મોકલવામાં આવ્યા છે. આમાંથી ૪૧.૩ કરોડ રૂપિયા કાર્નાસ્ટી ગ્રુપ, ઈન્ડિયા અને ઈનડિઝાઈન એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, સાયપ્રસ મારફતે બ્રિટન મોકલવામાં આવ્યા. આરોપ છે કે આ નાણાંનો ઉપયોગ કાર્નોસ્ટી ગ્રુપ સાથે સંકળાયેલી કંપની કાર્નોસ્ટી મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઈબોનશોર્ન લિમિટેડ, બ્રિટનના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.