લોર્ડ્ઝ ટેસ્ટમાં જીત સાથે વિરાટ કોહલીના નામે ૩ મોટા રેકોડ થયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Virat-Kholi.jpeg)
નવીદિલ્હી, ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ૧૫૧ રન જીતીને ઈતિહાસ રચ્યો અને ૫ મેચની સીરીઝમાં ૧-૦ની મહત્ત્વની લીડ હાંસેલ કરી લીધી. આ સાથે વિરાટ કોહલીના નામે ૩ મોટા રેકોર્ડ નોંધાયા છે.
વિરાટ કોહલી એસઇએનએ દેશોમાં સૌથી વધુ જીત નોંધાવનાર ભારતીય કેપ્ટન બન્યો. એસઇએનએ એટલે સાઉથ આફ્રિકા,ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડઅને ઓસ્ટ્રેલિયા એશિયન કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ એસઇએનએ દેશોમાં ૫મી જીત હાંસલ કરી છે. અગાઉ આ રેકોર્ડ વસીમ અકરમ અને જાવેદ મિયાંદાદના નામે હતો, જેમણે પાકિસ્તાનને આ દેશોમાં ૪ ટેસ્ટમાં જીત અપાવી છે. આ ઉપરાંત, એમએસ ધોની ૩ જીત સાથે ચોથા નંબરે છે.
ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં ભારતનો વિરાટ કોહલી હવે ચોથા નંબરે આવી ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્લાઈવ લોઈડને પાછળ છોડી દીધા છે. ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ છે, જેમણે પોતાની ટીમને ૫૩ જીત અપાવી છે. ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોની લિસ્ટ જાેઇએ તો ગ્રીમ સ્મિથ – સાઉથ આફ્રિકા – ૫૩ ટેસ્ટ જીત,રિકી પોન્ટિંગ – ઓસ્ટ્રેલિયા – ૪૮ ટેસ્ટ જીત,સ્ટીવ વો – ઓસ્ટ્રેલિયા – ૪૧ ટેસ્ટ જીત,વિરાટ કોહલી-ભારત -૩૭ ટેસ્ટ જીત,ક્લાઇવ લોયડ – વેસ્ટ ઇન્ડિઝ – ૩૬ ટેસ્ટ જીત સામેલ છે. ભારતીય કેપ્ટનોની વાત કરીએ તો વિરાટ કોહલી વિદેશમાં ટોસ હાર્યા બાદ સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાની દ્રષ્ટિએ ૬ જીત સાથે ટોપ પર પહોંચી ગયો છે. અગાઉ આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો જેણે ટોસ હાર્યા બાદ વિદેશની ધરતી પર ૫ ટેસ્ટ મેચ જીતી છે, જ્યારે એમએસ ધોનીએ વિદેશમાં ટોસ હાર્યા બાદ ૪ મેચ જીતી છે.HS