Western Times News

Gujarati News

ચંદનના વૃક્ષોની ચોરી કરનાર રાજસ્થાનના ઈસમોની ધરપકડ

હિંમતનગર, સાબરકાંઠાના કેટલાક ખેડૂતોના ખેતરમાંથી ચંદનના વૃક્ષો કાપી જવાના બનેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે રાજસ્થાનના ગાંગુન્દા વિસ્તારના કેટલાક ઈસમોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

રાજસ્થાનમાં આ લોકો સાબરકાંઠામાં ખેડૂતો સાથે ભાગ રાખીને ખેતર ખેડતા હતા. અને સાથે-સાથે ચંદનના વૃક્ષો કાપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં હતા. પોીસે ૨૧ ગુનાઓનો ભેદ ઉકેલીને કુલ ૯ લાખનો મુદ્દામાલ જપ્તદ કર્યાે છે.

છેલ્લા છ એક માસથી ઈડર પોલીસ સ્ટેશનમાં વિવિધ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં તતા શેઢાઓ ઉપર વાવેલ કુદરતી રીતે ફોરેસ્ટની જગ્યામાં ઉગેલ ચંદનના વૃક્ષોની ચોરીઓના બનાવો છાશવારે બનવા પામેલ જે ચંદન ચોરીના ગુનાઓને બનતો અટકાવવા તથા બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી.ની ટીમ બનાવેલ હતી.

ઉપરોક્ત ટીમ દ્વારા બનાવવાળી જગ્યાઓની સતત વિજીટો કરી, આજુબાજુના વિસ્તારના સીસીટીવી વિડિયો ફુટેઝ ચકાસણી તથા ખાનગી બાતમીદારો રોકી શંકાસ્પદ ઈસમો ઉપર સતત વોચ રાખેલ ઉપરાંત ચંદન ચોરીના૪ કેસોમાં અગાઉ પકડાયેલ આરોપીઓ બાબતે પણ ઉંડાણપૂર્વક તપાસ કરેલ

જે આધારે રાજસ્થાનના કેટલાક આરોપીઓ બાબતે પણ ઉંડાણપૂર્વકની તપાસ કરેલ જે આધારે રાજસ્થાનના કેટલાક શંકાસ્પદ ઈસમોની માહિતી મેળવેલ જે માહિતી આધારે ખાનગી રાહે તપાસ કરતા વસઈ ગામમાં દીલીપભાઈ કોદરભાઈ દેસાઈના કુવાની આએરડી ઉપર ખેતમજુરી માટે રહેતા સોમાજી સઓ નાનજીભાઈ બેરાજી સુવેરા કે જે મુળ રહે.આંબા, તા.ઝાડોલ, જી.ઉદયપુર (રાજસ્થાન)છે.

અને તેની પત્નિ વર્ષાબેનનાઓ રહે છે તથા તેમની ઓરડી ઉપર ક્યારેક મોડી સાંજના સમયે હિન્દી ભાષી ઈસમો આવી વહેલી સવારે જતા રહેતા હોવાની ચોક્કસ માહિતી એકઠી કરેલ સદર સોમાજી સાઓ નાનજીભાઈ બેરાજી સુવેરાના તથા તેની પત્નિ વર્ષાબેનની હિલચાલ ઉપર નજર રાખવા ખાનગી બાતમીદારો રોકી વધુ ટેકનિકલ સર્વેલન્સ જારી રાખેલ

તથા રાજસ્થાન રાજ્યના ગોગુનદા વિસ્તારના કેટલાક ગામડાઓના મજુરીયાત માણસો ગુજરાતમાં ખેત મજુરી કરવા આવતા હોય ત્યારે આવા ચંદનના ઝાડ જાેઈ રાખેલ હોય તે પરત રાજસ્થાન ગયા બાદ મદદમાં અન્ય ઈસમો લઈ આવી ચોરી કરતા હોવાનું ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા પ્રસ્થાપિત કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.