હોન્ડાએ ભારતમાં નવી ડિઝાઈન સાથે અમેઝ લોન્ચ કરી
હોન્ડા અમેઝમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 89bhp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે. બીજું, તેમાં 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 99bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે.
હોન્ડાએ (Honda Cars) એ ભારતમાં તેની મીડ સેગમેન્ટની અમેઝને ફેસલિફ્ટ કરી રૂ .6.32 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. અપડેટ કરેલ મોડેલને નવી બહારની ડિઝાઇન અને અંદરથી નવી સુવિધાઓ મળે છે.
બહારની ડિઝાઈનમાં એલઇડી હેડલેમ્પ્સ, નવું બમ્પર, આકર્ષક ગ્રિલ અપ ફ્રન્ટ અને ચારે બાજુ ક્રોમ શેડ સાથે ફોગ લાઇટ્સ શામેલ છે. આ ઉપરાંત, મોડેલમાં નવા ડ્યુઅલ-કલર એલોય વ્હીલ્સ, ક્રોમ ઇન્સર્ટ્સ સાથે પાછળનો બમ્પર અને સી-આકારની એલઇડી ટેલલાઇટ્સ પણ મળે છે.
2021 હોન્ડા અમેઝ ત્રણ અલગ અલગ દૃશ્યો માટે પાછળનો કેમેરો અને ડેશબોર્ડ અને ડોર પેડ્સ માટે સિલ્વર ડિઝાઇન ધરાવે છે. સેડાન E, S, V અને VX એમ ચાર વેરિએન્ટમાં આપવામાં આવી રહી છે.
હોન્ડા અમેઝમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 89bhp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે. બીજું, તેમાં 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 99bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ બંને એન્જિનમાં પાંચ સ્પીડ મેન્યુઅલ યુનિટ અને CVT યુનિટ ઉમેરવામાં આવ્યા છે.
New #ShaandaarAmaze aa gayi hai banane har journey ko satisfying aur comfortable!
Know more: https://t.co/6kuxhxZCiR pic.twitter.com/p1frTQGLqr
— Honda Car India (@HondaCarIndia) August 25, 2021
હોન્ડાની વેચાતી કુલ અમેઝ કારમાંથી લગભગ 20 ટકા જેટલી ઓટોમેટીક અમેઝનું વેચાણ થાય છે. ધીમે ધીમે ગ્રાહકો ઓટોમેટીક કાર તરફ વળ્યા હોવાથી આ ડિમાન્ડ હજુ વધે તેવું લાગી રહ્યું છે.